ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવી મારા લક્ષ્યોમાં સામેલઃ સ્ટીવ સ્મિથ

તેણે કહ્યું, 'મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હોવાના નાતે અમે એશિઝને, વિશ્વકપને મોટો આંકીએ ચીએ પરંતુ મારૂ માનવું છે કે ભારત હાલ વિશ્વની નંબર એક ટીમ છે અને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આ ખુબ મુશ્કેલ સ્થાન છે,
 

ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવી મારા લક્ષ્યોમાં સામેલઃ સ્ટીવ સ્મિથ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથનું માનવું છે કે ભારતમાં ટેસ્ટ મેચ રમવી સૌથી મુશ્કેલ હોય છે અને અહીં ટેસ્ટ સિરીઝ જીતવી તેના મોટા લક્ષ્યોમાંથી એક છે. 

આઈપીએલની પ્રથમ સીઝનની ચેમ્પિયન રાજસ્તાન રોયલ્સ દ્વારા આયોજીત વાતચીતમાં સ્મિથે ન્યૂઝીલેન્ડના લેગ સ્પિનર ઈશ સોઢીને કહ્યું, હું ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવા ઈચ્છીશ. 

તેણે કહ્યું, 'મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હોવાના નાતે અમે એશિઝને, વિશ્વકપને મોટો આંકીએ ચીએ પરંતુ મારૂ માનવું છે કે ભારત હાલ વિશ્વની નંબર એક ટીમ છે અને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આ ખુબ મુશ્કેલ સ્થાન છે, તેથી હું ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવાનું પસંદ કરીશ.'

વર્તમાનમાં વિશ્વના નંબર એક ટેસ્ટ બેટ્સમેન સ્મિથે પોતાના અન્ય લક્ષ્યો વિશે કહ્યું, 'આ સિવાય હું વધુ લક્ષ્ય નક્કી કરવાનું પસંદ કરીશ નહીં. હું વસ્તુને દરેક દિવસના હિસાબ મુજબ લેવાનો છું. એક વારમાં એક સિરીઝ પર ધ્યાન આપી અને સુધાર કરવાનો પ્રયત્ન કરીશ.' ઓસ્ટ્રેલિયાએ છેલ્લે ભારતમાં 2004-2005માં ટેસ્ટ સિરીઝ જીતી હતી.

કોવિડ 19ને કારણે વિશ્વભરમાં લૉકાડુ છે અને રમતની ગતિવિધિઓ ઠપ્પ પડી છે અને સ્મિથને લાગે છે કે આ વિશ્રામ ખરાબ નથી પરંતુ તેને જલદી સામાન્ય થવાની આશા છે. તેણે કહ્યું, પાછલું વર્ષ ખુબ વ્યસ્ત કર્યું. વિશ્વકપ અને એશિઝ હતી. આ સિવાય વિદેશોમાં કેટલિક વનડે સિરીઝ હતી. તેથી આ વિશ્રામ ખરાબ નથી પરંતુ આશા છે કે આ થોડા સપ્તાહ થશે. હું ફરી મેદાન પર ઉતરવા માટે ઉત્સુક છું.

સ્મિથે ભારતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પ્રશંસા કરી અને તેને ઉપમહાદ્વીપની પરિસ્થિતિનો સૌથી મુશ્કેલ બોલર ગણાવ્યો છે. તેણે કહ્યું, 'જાડેજાનો ઉપમહાદ્વીપમાં જવાબ નથી તેથી તે આટલો સારો બોલર છે. તે ગુડલેંથ પર સાચી જગ્યા પર બોલ પિચ કરે છે. એક બોલ ઉછળે છે તો બીજો સ્પિન. જ્યારે તેના હાથમાંથી બોલ નિકળે તો એક જેવો લાગે છે.'

સ્મિથે પાછલા વર્ષે આઈપીએલની વચ્ચે અંજ્કિય રહાણા પાસેથી આગેવાનીની જવાબદારી સંભાળી હતી અને તે ફરીથી રાજસ્થાન રોયલ્સની આગેવાની કરવા માટે ઉત્સાહી છે. કોવિડ 19ને કારણે આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેણે કહ્યું, હજુ વિશ્વમાં ઘણું બધુ ચાલી રહ્યું છે. આશા છે કે આપણે વર્ષમાં કોઈ સમયે આઈપીએલ રમવાની તક મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news