ICC Women's World Cup 2022: સાઉથ આફ્રિકાને 137 રને હરાવી ઈંગ્લેન્ડ ફાઇનલમાં, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

આઈસીસી મહિલા વિશ્વકપ 2022ના બીજા સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 137 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 3 એપ્રિલે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે. 
 

ICC Women's World Cup 2022: સાઉથ આફ્રિકાને 137 રને હરાવી ઈંગ્લેન્ડ ફાઇનલમાં, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

ક્રાઇસ્ટચર્ચઃ આઈસીસી મહિલા વિશ્વકપ 2022ની બીજી સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 137 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ટાઇટલ માટે તેની ટક્કર છ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે, જે વેસ્ટ ઈન્ડિઝને હરાવી પહેલાથી સેમીમાં પહોંચી ચુકી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ડેનિયલ વ્યાટની સદીની મદદથી 293 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મહિલા વિશ્વકપનો ફાઇનલ મુકાબલે 3 એપ્રિલે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 

સાઉથ આફ્રિકાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆત સાઉથ આફ્રિકા માટે સારી રહી પરંતુ ટૂર્નામેન્ટમાં શાંત રહેનારી ડેનિયલ વ્યાટ મહત્વના સમયે ફોર્મમાં પરત ફરી હતી. ઈંગ્લેન્ડે 10 રન પર પ્રથમ અને 51ના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. બ્યૂમોન્ટ 7 તો નાઇટ માત્ર 1 રન બનાવી આઉટ થઈ હતી. સિવર (15) અને એમી જોન્સ (28) પણ લાંબો સમય વ્યાટનો સાથ આપી શકી નહીં. 126 રન પર ઈંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે વ્યાટનો સાથ આપવા આવેલી ડંકલી (60) એ 5મી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 293 રન બનાવ્યા હતા. વ્યાટ 125 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 129 રન બનાવી આઉટ થઈ હતી. 

Sophie Ecclestone takes six as England reach the #CWC22 final 🎉 pic.twitter.com/Wp9K666TS1

— ICC Cricket World Cup (@cricketworldcup) March 31, 2022

લક્ષ્યનો પીછો કરવા ઉતેરીલ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. તેના બંને ઓપનર 8 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કોઈ બેટર ટીમની ઈનિંગ સંભાળી શક્યો નહીં. સાઉથ આફ્રિકાની ટીમ 38 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને 36 રન આપી છ વિકેટ ઝડપી હતી. મેચમાં સદી ફટકારનાર વ્યાટને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news