SA vs SL: હસરંગાની હેટ્રિક પાણીમાં, રોમાંચક મેચમાં આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું

અંતિમ ઓવરોમાં ડેવિડ મિલર અને રબાડાની શાનદાર ઈનિંગની મદદથી સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટે હરાવી વિશ્વકપમાં પોતાની બીજી જીત મેળવી છે. આ સાથે આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

SA vs SL: હસરંગાની હેટ્રિક પાણીમાં, રોમાંચક મેચમાં આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ T20 WC 2021 SL vs SA: આઈસીસી ટી20 વિશ્વકપના 25માં મુકાબલામાં શ્રીલંકાનો સામનો સાઉથ આફ્રિકા સામે થયો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન તેંબા બવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 142 રન બનાવ્યા અને આફ્રિકાને જીતવા માટે 143 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 19.5 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ હાસિલ કરી પોતાની બીજી જીત મેળવી છે. આ સાથે આફ્રિકાના 4 પોઈન્ટ થઈ ગયા છે. 

સાઉથ આફ્રિકાને મળી રોમાંચક જીત
લક્ષ્યનો પીછો કરવા ટીમની પ્રથમ વિકેટ રિઝા હેનરિક્સના રૂપમાં પડી હતી. ચમીરાએ તેને 11 રનના સ્કોર પર LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ડિકોક પણ 12 રનના સ્કોર પર ચમીરાનો શિકાર બન્યો હતો. 16 રન બનાવી વાન ડુસેન રનઆઉટ થયો હતો. એડન માર્કરમ 19 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો. 

હસરંગાની હેટ્રિક
શ્રીલંકાના સ્પિનર વાનિંદુ હસરંગાએ હેટ્રિક ઝડપી હતી. હસરંગાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર માર્કરમને 19 રને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ 18મી ઓવરના પ્રથમ બોલ પર બાવુમાને 46 રને આઉટ કરી પોતાની બીજી સફળતા મેળવી હતી. હસરંગાએ પ્રિટોરિયસ (0)ને રાજપક્ષાના હાથે કેચઆઉટ કરાવી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. 

મિલર રબાડાએ અપાવી જીત
આફ્રિકાને 2 ઓવરમાં 25 અને અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી. ત્યારે ડેવિડ મિલર અને કગિસો રબાડાએ ટીમને શાનદાર જીત અપાવી હતી. મિલર 13 બોલમાં બે સિક્સ સાથે 23 અને રબાડા 7 બોલમાં 13 રન બનાવી અણનમ રહ્યા હતા.

શ્રીલંકાની ઈનિંગ, પથુમ નિસંકાની અડધી સદી
સાઉથ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકાને પ્રથમ ઝટકો કુસલ પરેરાના રૂપમાં લાગ્યો હતો. કુસલને એનરિક નોર્ત્જેએ 7 રને બોલ્ડ કર્યો હતો. ચરિથ અસલંકા 21 રન બનાવી આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષા શૂન્ય રને શમ્સીનો શિકાર બન્યો હતો. અવિષ્કા ફર્નાન્ડો 3 રન પર શમ્સીના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ દસુન શનાકા 11 રન, ચમીરા કરૂણારત્ને 5 રન, દુષ્મંથા ચમીરા 3 રન બનાવી આઉટ થયા હતા. ઓપનિંગ બેટર પથુમ નિસંકાએ શાનદાર બેટિંગ કરતા 72 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી શમ્મી તથા પ્રીટોરિયસે ત્રણ-ત્રણ તો નોર્ત્જેને બે સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news