Dravid talks with Surya: મેચ બાદ દ્રવિડે સૂર્યકુમારને એવું તો શું પૂછ્યું કે આખું સ્ટેડિયમ જુમી ઉઠ્યું?
Dravid talks with Suryakumar Yadav: જો કે, જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે, તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ કઈ છે, તો તેણે કહ્યું કે એક પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સૂર્યાની T20 કરિયરની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. જ્યારે કોચ દ્રવિડે તેને તેના શોટ્સની રેન્જ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં તમે પહેલેથી જ શોટ્સ વિચારીને રાખ્યા હોય છે.
દ્રવિડે કહ્યું, તે મોટા થતા મને બેટિંગ કરતા નહોતો જોયો
સૂર્યકુમારે કરિયરનો ટર્નિંગ પોઇન્ટ જણાવ્યો
સૂર્યાની T20 કરિયરની આ ત્રીજી સદી છે
Trending Photos
Dravid talks with Surya: ટીમ ઈન્ડિયા પાસે આવી ગયો છે સુપરમેન. કે કંઈ પણ કરી શકે છે કે કોઈપણ મેચ બદલી શકે છે. એ ખેલાડીને લોકો સ્કાય કહીને બોલાવે છે. અમે વાત કરી રહ્યાં છીએ ભારતના થ્રી સિક્સટી ડિગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવની. આ ખેલાડી હાલ જે પ્રમાણે રમી રહ્યો છે તેની રમત જોવા માટે લોકો રાહ જોઈને બેસી રહે છે. રાજકોટ ખાતેની મેચમાં સૂર્યકુમારની શાનદાર સદી બાદ ઈન્ટરવ્યૂમાં જે થયું તે પણ જોવા જેવું હતું. મુખ્ય કોચ રાહુલ દ્રવિડએ સૂર્યકુમાર યાદવ સાથે વાત કરી, જેણે શ્રીલંકા સામે ત્રીજી T20માં રાજકોટ ખાતે 51 બોલમાં 112 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરતા કહે છે કે, જ્યારે પણ તેને લાગે છે કે તેણે T20માં સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ જોઈ છે, ત્યારે સૂર્યા તેનાથી પણ સારી ઈનિંગ રમે છે.
જો કે, જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે, તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ કઈ છે, તો તેણે કહ્યું કે એક પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સૂર્યાની T20 કરિયરની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. જ્યારે કોચ દ્રવિડે તેને તેના શોટ્સની રેન્જ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં તમે પહેલેથી જ શોટ્સ વિચારીને રાખ્યા હોય છે. પરંતુ ફિલ્ડ અને બોલરોના હિસાબે રમવું પણ જરૂરી છે. તેણે કહ્યું કે, હું મેદાન અને બોલરને જોઈને મારા શોટ્સ પસંદ કરું છું. મને મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરવી ગમે છે. હું એ તકનો આનંદ માણું છું.
દ્રવિડ કહે છે કે, અહીં એવા ખેલાડી સાથે ઊભા રહીને ગમે છે, જેણે મોટા થતા મને બેટિંગ કરતા નહોતો જોયો. હું આશા રાખું છું કે મને નહોતો જોયો.” આ બાદ દ્રવિડ અને સૂર્યકુમાર હસી પડે છે. સૂર્ય કહે છે કે, મેં તમને જોયા હતા. ઉલ્લેખનીય છે કે, દ્રવિડની બેટિંગ સ્ટાઇલ સૂર્યથી એકદમ વિપરીત ડિફેન્સિવ હતી.
સૂર્યાએ આ વાતચીત દરમિયાન તેની કારકિર્દીમાં પરિવારની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પિતા એન્જિનિયર છે. તેમના પરિવારમાં કોઈને રમતગમત સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, તેણે કહ્યું કે તેની પત્નીએ તેને ફિટનેસના મામલે ઘણી મદદ કરી. એનસીએમાં આપવામાં આવેલ યો-યો ટેસ્ટ અંગે તેણે કહ્યું કે તે તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ સિવાય તેણે કહ્યું કે, તે કાયમ તેની પત્ની સાથે તેની રમત વિશે વાત કરે છે કે તે પોતાની જાતને વધુ કેવી રીતે ઈમ્પ્રુવ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે