Gujarat ATS: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટી સફળતા મેળવીને રાજ્યને એક ભયાનક આતંકવાદી ષડયંત્રમાંથી ઉગારી લીધું છે. ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ (ATS) દ્વારા રાજ્યમાં સક્રિય એવા એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા ગુજરાતના શાંત વાતાવરણને ડહોળવાનો એક પદ્ધતિસરનો પ્લાન ઘડવામાં આવ્યો હતો, જેને ATSની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો છે.
Gujarat ATS: ગુજરાત ATS દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિ અને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા ગુજરાતી 5 યુવાનોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ 8 વાર બોમ્બ બનાવીને પરીક્ષણ કર્યું હોવાનું પણ પૂછપરછમાં ખુલાસો કર્યો છે. આવનારા સમયમાં ક્યા અને ક્યારે બ્લાસ્ટ કરવાના હતા અને શું ટાર્ગેટ હતો તેને લઈ વધુ તપાસ ગુજરાત ATSએ શરૂ કરી છે.
Gujarat ATS Arrests Jaish e Mohammad Terrorists: ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી છે. પાંચેય આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવાના આવી હતી.
Gujarat ATS arrests 5 more people linked to Jaish-e-Mohammed
Gujarat ATS Mega Operation: રથયાત્રા પહેલા ગુજરાતમાં આતંકી ષડયંત્રને લઈને સૌથી મોટા ઓપરેશનનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS અને મધ્યપ્રદેશ ATSની સંયુક્ત કાર્યવાહીમાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઇસમોની ધરપકડ અને ડિટેન્શન બાદ સમગ્ર નેટવર્કને ઉખેડી નાખવા ATSએ કમર કસી છે.
ATS Detains 5 Suspects In Siddhpur: અગાઉ સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયો હતો. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા ATSની ટીમોએ ત્યાં ધામા નાખ્યા હતા. સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમદ અમીન શેરાના ઘરે તપાસ અને પરિવારની પૂછપરછ કરાઈ. મોહમદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનની કડીઓ મેળવવા ઝાપલીપોલ સહિતના બજારોમાં તપાસ લંબાવાઈ. મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદ ના 8 આતંકીઓ ઝડપાવાના મામલે મોટા અપડેટ આવ્યા છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા અને પાલનપુરના ભાગળ ગામમાં 3 શખ્સોને લઈને ATSની ટીમ ભાગળ ગામે પહોંચી. ATSએ ઝડપેલાં 8 માંથી 3 ઈસમો પાલનપુરના ભાગળ ગામના રહેવાસી છે. ATS દ્વારા આતંકીઓ કોના કોના કોના સંપર્કમાં હતા તેને લઈ ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
8 terrorists arrested from Gujarat and MP
Gujarat ATS Arrests Jaish-e-Mohammed Terrorist:ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદ ના 8 આતંકીઓ ઝડપાયા. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS એ ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં તપાસ કરીને આ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ ગુજરાત રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા.
Gujarat ATS Seized Drugs in Kutch: ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત ATS અને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.(SOG) પોલીસને સંયુક્ત ઓપરેશનમાં એક બહુ મોટી સફળતા મળી છે. કચ્છના મધ દરિયેથી 1100 કરોડરૂપિયાની કિંમતનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
ગુજરાત એટીએસએ દક્ષિણ ગુજરાત વિસ્તારમાંથી વધુ એક વખત નાર્કો ટેરેરીઝમનો પર્દાફાશ કર્યો છે. વાપીના સરી ગામમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat ATS News: ગુજરાત ATSની ટીમે બે શખ્સોની ધરપકડ કરી છે. દેશવિરોધી કાવતરું રચતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર બંને યુવાન ફેલાવતા કટ્ટરવાદ. સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી કામગીરીને લઈને એક્શન. બંને યુવાનની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ.
ATS Mega Operation: સરહદ પારથી નશાનો સામાન ઘુસાડવા પાકિસ્તાને હવે નવો પેંતરો અજમાવ્યો છે. રણ વિસ્તારમાં ડ્રગ્સ છુપાવીને 'ડેડ ડ્રોપ' પદ્ધતિથી હેરાફેરી કરવાનું મોટું રેકેટ ગુજરાત અને રાજસ્થાન ATSએ ઝડપી પાડ્યું છે. બાડમેર બોર્ડર પરથી 20 કરોડની કિંમતનું 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
Ahmedabad News: ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા અમદાવાદમાંથી ડ્રગ્સ સાથે પકડેલા એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની તપાસ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સુધી લઈ ગઈ છે. એટીએસ દ્વારા ઉત્તરપ્રદેશમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી તેમજ મોટી માત્રામાં રો-મટીરીયલ પકડી પાડ્યું છે. એટીએસ દ્વારા બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જુઓ શું હતો સમગ્ર કેસ અને એટીએસ ઓછી માત્રાના જથ્થાથી કઈ રીતે ડ્રગ્સની ફેક્ટરી સુધી પહોંચી.
Ahmedabad News: ગુજરાતમાંથી નશાકારક દવાઓની વિદેશમાં હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. એટોમિટેડ દવાને એલોવેરા પાઉડરના નામે વિદેશ મોકલવાના કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા છે. ગુજરાત ATS દ્વારા આ રેકેટમાં કોણ સંડોવાયેલું છે તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવવાનું હતું, પરંતુ તે પહેલા એટીએસ અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી ઝડપી લીધું છે. મળતી માહિતી પ્રમાણે ઈરાનથી બે વ્યક્તિ આ ડ્રગ્સ લઈ આવતા હતા, જેની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના યુવાઓેને ડ્રગ્સને રવાડે ચડાવવાનું મોટું ષડયંત્ર, ડ્રગ્સના દુષણને ડામવા માટે ગુજરાત એટીએસનું ઓપરેશન.
Gujarat Bomb Threat Today:ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન. પોરબંદરના દરિયા વિસ્તારમાં એટીએસનું ડ્રગ્સ પર મોટું ઓપરેશન. હજારો કિલો ડ્રગ્સ મળ્યું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ સમગ્ર માહિતી સામે આવશે.
Harsh Sanghavi On Drugs: Z 24 કલાકના ‘સિટીઝ ઓફ ટુમોરો’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ્યારે પુછવામાં આવ્યું કે ડ્રગ્સ માટે તમે જે મુહિમ ઉપાડી છે અને મેક્સિમમ ડ્રગ્સ પકડ્યું છે, તમારા સમયગાળા દરમિયાન એ હું જાણું છું, મને એ પણ ખબર છે કે સમુદ્રી તટ પર વિદેશી જહાજો પણ ડ્રગ્સ લઈને આપણા ત્યાંથી પસાર થતાં ડરતા થઈ ગયા છે, એટીએસની કાર્યવાહીના કારણે પણ આ જે કાર્યવાહી થઈ રહી છે એના અંતે જે મોટી માછલીઓ છે જેને ડ્રગ્સ માફિયા આપણે કહી શકીએ જે ડ્રગ્સ લેન્ડ કરવાની કાર્યવાહી ગુજરાતમાં કે આપણી આસપાસના રાજ્યોમાં કરતા હોય છે, એમના પર હજુ સુધી ગાળીઓ કેમ કસાયો નથી.
Gujarat ATS News: ગુજરાત ATSની ટીમે 25 જાન્યુઆરી 2026ના રોજ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી. આરોપી ફૈઝાન 'જૈશ-એ-મોહમ્મદ' અને 'અલ કાયદા' જેવા આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત થઈ કટ્ટરપંથી બન્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ભય ફેલાવવા માટે ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની હત્યા કરવાનું આયોજન કર્યું હતું.
Gujarat ATS Busts Spy Network : ગુજરાત ATSએ ગોવા-દમણથી બે જાસૂસની ધરપકડ કરી: બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા, સંવેદનશીલ વિસ્તારની માહિતી ભેગી કરતા હતા; એક જાસૂસ આર્મીમાં સુબેદાર હતો
Gujarat ATS Big Success : પંચમહાલમાં ATS ને મળી મોટી સફળતા. પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો સકંજામાં. ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટક સાથે હાલોલથી ફરાર આરોપી ઝડપાયો. આરોપી હાલોલમાં એક કંપનીમાં કરતો હતો મજૂરી