IPL રમીને વિશ્વ કપ 2019ની તૈયારી કરવા ઇચ્છે છે સ્ટીવ સ્મિથ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી સ્ટીવ સ્મિથ પોતાની વાપસી માટે રાહ જોઈ રહ્યું છે. સ્મિથે જણાવ્યું કે, તે આઈપીએલમાં રમીને ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપની તૈયારી કરવા ઈચ્છે છે. 
 

 IPL રમીને વિશ્વ કપ 2019ની તૈયારી કરવા ઇચ્છે છે સ્ટીવ સ્મિથ

સિડનીઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે શુક્રવારે કહ્યું કે, તે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરીને આગામી વર્ષે યોજાનારી વિશ્વ કપ પહેલા પોતાનું ફોર્મ પરત મેળવવા ઈચ્છે છે. સ્મિથ અને તેના સાથે વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર માર્ચમાં દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ મામલામાં સામેલ થવા માટે એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આઈપીએલ પહેલા તેના પર લાગેલો પ્રતિબંધ સમાપ્ત થઈ જશે. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ સ્મિથ સંવાદદાતા સંમેલનમાં રોવા લાગ્યો હતો ત્યારબાદ તેણે પ્રથમવાર સંવાદદાતાઓનો સામનો કર્યો હતો. 

સ્મિથે કહ્યું, હવે જે રીતે વનડે મેચ રમવામાં આવી રહ્યાં છે, તે એક રીતે ટી20નું મોટુ રૂપ લાગી રહ્યાં છે. તેથી મને લાગે છે કે, ટી-20 ક્રિકેટ તૈયારી માટે સારી રીત છે અને આઈપીએલ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટૂર્નામેન્ટમાંથી એક છે. સ્મિથે પ્રતિબંધ દરમિયાન ઘણી ટી20 સ્પર્ધામાં ભાગ લીધો, જેથી તે ફોર્મમાં રહે. આ વચ્ચે તે કેનેડા અને વેસ્ટ ઈન્ડિઝ દેશોમાં રમ્યો હતો. આઈપીએલ એપ્રિલ અને મેમાં રમાશે, જ્યારે વિશ્વ કપ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થશે. 

29 વર્ષનો આ ક્રિકેટર આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. સ્મિથે બોટ ટેમ્પરિંગ મામલાને કારણે સુકાની પદ થોડી દીધું હતું, પરંતુ તે હજુ ટીમનો સભ્ય છે. સ્મિથે કહ્યું, મારે બાંગ્લાદેશમાં રમવું હતું, પરંતુ મને નથી ખ્યાલ ત્યાં શું થઈ રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાન લીગ અને આઈપીએલમાં રમવું છે. મને લાગે છે કે, જો મને પસંદ કરવામાં આવશે તો આ વિશ્વ કપ માટે પર્યાપ્ત તૈયારી હશે. 

સ્મિથને બોલ ટેમ્પરિંગ મામલા બાદના નવ મહિના વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે, આ મુશ્કેલ સમય હતો, પરંતુ તેણે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનું શિખ્યું છે. તેણે કહ્યું, મારા પોતાનો સારો-નરસો સમય હતો. કંઈક અંધકાર ભર્યા દિવસો જતા જ્યારે હું મારા બેડ પર ચાદરમાં રહેવા ઈચ્છતો હતો, પરંતુ મારી આસપાસ એવા લોકો રહ્યાં, જેણે મને તે સમજવામાં મદદ કરી કે બધુ યોગ્ય છે. 

સ્મિથે કહ્યું, આ નવ મહિનામાં હું ઘણું શિખ્યો. રમતની બહાર રહેવા પર મને ફીટ રહેવા અને ફરીથી સારી મનોસ્થિતિમાં આવવાનો સમય મળ્યો. ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં શું થયું તેના વિશે પૂછવા પર સ્મિથે કહ્યું કે, તેના સુકાનીક્ષમતાની નિષ્ફળતા હતી. તેણે કહ્યું, રૂમમાં જે થઈ રહ્યું હતું તેને રોકવાની મારી પાસે તક હતી, પરંતુ મેં તેમ ન કર્યું. આ બહાર સુધી પહોંચી ગયું અને મેદાનમાં ઘટના બની. મારી પાસે તે કહેવાની તક હતી હું તે વિશે જાણતો ન હતો. આ મારી નેતૃત્વ ક્ષમતાની નિષ્ફળતા હતી અને હું તેની જવાબદારી સ્વીકારૂ છું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news