મહિલા ટીવી એંકરો માટે દારૂલ ઉમૂલ દેવબંધનો ફતવો, કહ્યું સ્કાર્ફ પહેરવો જરૂરી

ફતવામાં એમ પણ કહેવામાં આવ્યું કે, મહિલા એન્કરોને ખુલા વાળ રાખવા તે પણ ઇસ્લામની વિરુદ્ધ છે

મહિલા ટીવી એંકરો માટે દારૂલ ઉમૂલ દેવબંધનો ફતવો, કહ્યું સ્કાર્ફ પહેરવો જરૂરી

નવી દિલ્હી : પોતાના ફતવાઓ મુદ્દે ચર્ચામાં રહેતા યુપીની શિક્ષણ સંસ્થા દારૂલ ઉલૂમ દેવબંધે પોતાનો નવો ફતવો બહાર પાડ્યો છે. દારુલ ઉલુમે એક નવા ફતવામાં કહ્યું કે, તમામ મહિલા ટીવી એન્કરોને એંકરિંગ કરવા દરમિયાન સ્કાર્ફ બાંધવો જરૂરી છે. ફતવામાં એમ પણ કહ્યું કે, મહિલા એંકરોએ ખુલા વાળ રાખવાની પણ ઇસ્લામમાં પરવાનગી નથી. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ મહિલાઓ મુદ્દે વિશ્વ વિખ્યાત ઇસ્લામીક શિક્ષણ સંસ્થાન દારૂલ ઉલુમ દેવબંધ સતત પોતાનાં ફતવાઓ બહાર પાડતું રહે છે. દેવબંધના મુફ્તે અહેમદે મુસ્લિમ મહિલાઓ માટે નિવેદન આપ્યું છેકે ટીવી પર જે મુસ્લિમ મહિલાએ એંકરિંગ કે રિપોર્ટીંગ કરી રહી છે તેમને સ્કાર્ફ બાંધીને કામ કરવું જોઇએ. જેનાથી તેમના વાળ ખુલ્લા નહી રહે, તેનાથી સારૂ થશે કે બુર્કાનો ઉપયોગ કરે. 

દારુલ ઉલુમ દેવબંધે પોતાના ફતવામાં કહ્યું કે, શરીયતનાં તમામ મહિલાઓ અને મર્દોને પરવાનગી આપી છે કે તેઓ કોઇ પણ યોગ્ય રોજગાર કરી શકે છે. ધરની જરૂરીયાત પુરી કરવા માટે પોતાનાં અહલે ખાકની જૂરરિયા પુરી કરવા માટે તમામ પ્રકારનાં કામ કરી શકે છે. તેમાં કોઇ વાંધો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટીવી પર એંકરિંગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતી શરીયત જણાવે છે. 

સૌથી સારી પદ્ધતી છે બુર્ખો પહેરવો. તેમાં સંપુર્ણ શરીર ઢંકાયેલું હોય છે. બીજી પદ્ધતી છે પોતાનો સ્કાર્ફ પહેરવો. વાળ તમારા દેખાય નહી. વાળ છુપાયેલા હોય તો તમે એન્કરિંગ પણ કરી શકો છે. ઇન્ટરવ્યુ પણ લઇ શકો છો. જે કામ તમારે કરવાનું છે તમે કરી શકો છો.અત્રે ઉલ્લે્ખીય છે કે, દારુલ ઉલુમ દેવબંધે ફતવો બહાર પાડીને કહ્યું હતું કે, કોઇ પણ સમારંભમાં અથવા કાર્યક્રમમાં મહિલાઓ તથા પુરૂષો સાધે ઉભા રહીને ભોજન ન કરી શકે. ઉપરાંત મોબાઇલ ફોનનાં રેકોર્ડિંગ અંગે પણ ફતવો બહાર પાડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news