'જો તેમને ખબર હોત કે ભારતીય ટીમ U-19 વર્લ્ડકપ જીતી છે તો તે ખૂબ જ ખુશ થાત..' લતાજીને યાદ કરીને ભાવુક થયા સુનીલ ગાવસ્કર
ગાવસ્કરે કહ્યું કે લતાજી હવે નથી રહ્યા એ માનવું ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, પોતાના અવાજ અને ગાયિક દ્વારા દરેક ભારતીય પરિવારનો એક ભાગ રહી.
Trending Photos
અમદાવાદઃ લતા મંગેશકર (Lata Mangeshkar) પોતાના અવાજથી ભારતીય પરિવારનો હિસ્સો હતી. દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI સીરિઝની પ્રથમ મેચ (ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ODI)માં કોમેન્ટ્રી દરમિયાન ગાવસ્કરે લતા મંગેશકરને યાદ કર્યા. ગાવસ્કરે જણાવ્યું કે લતાજીને ક્રિકેટ પ્રત્યે કેટલો પ્રેમ હતો. લતા મંગેશકરના નિધનના શોકમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમી રહી છે. સુનીલ ગાવસ્કરે પણ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધી છે.
ગાવસ્કરે કહ્યું કે લતાજી હવે નથી રહ્યા એ માનવું ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, પોતાના અવાજ અને ગાયિક દ્વારા દરેક ભારતીય પરિવારનો એક ભાગ રહી.
ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, 'તેમના વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે, અમે હજુ પણ વર્તમાન સમયમાં તેમના વિશે વાત કરીએ છીએ. થોડા સમય પહેલા તેમની ભત્રીજી સાથે વાત કરી હતી. તે દરેક ભારતીય પરિવારનો ભાગ હતી. તે પોતાના અવાજ દ્વારા દરેક ભારતીયના ઘરમાં જીવિત છે. તે હંમેશા અમારી સાથે રહેશે. એવું લાગી રહ્યું છે કે જેમ કે આપણા ઘરમાંથી કોઈ સભ્ય ચાલ્યું ગયું હોય. તેમને ભૂલી શકાય તેમ નથી.
Namaskaar,
A few days ago, I called Shri. Sunil Gavaskar to wish him as I missed wishing him on his birthday. It was so heart warming to reconnect after so many years. As always, he was his gracious self .. Contd.
— Lata Mangeshkar (@mangeshkarlata) July 19, 2020
લતા મંગેશકર ક્રિકેટના મોટા ચાહક હતા. તે દરેક મેચ જોતા હતા અને ઘણીવાર ટીમને અભિનંદન પણ આપતા હતા. ગાવસ્કરે કહ્યું, 'તે ક્રિકેટની મોટી ફેન હતી. મને લાગે છે કે જો તેણીને ખબર હોત કે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપ જીતી ગઈ છે, તો તે ખૂબ જ ખુશ થાત કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત છે.
લતા મંગેશકરે 1983 વર્લ્ડકપ વિજેતા ટીમ માટે ફ્રીમાં એક કોન્સર્ટ કર્યું હતું. બીસીસીઆઈ પાસે તે સમયે ટીમને ઈનામ આપવા માટે પૈસા નહોતા, અને ભારતીય ટીમ માટે તેણે દિલ્હીમાં કોન્સર્ટ કર્યો હતો અને તેના માટે બોર્ડ પાસેથી પૈસા પણ લીધા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે