Viral Video: ભારત-નેધરલેંડની મેચ દરમિયાન 'પ્રેમની સિક્સર', ઇન્ડીયન દર્શકે આ રીતે ગર્લફ્રેન્ડ કર્યું પ્રપોઝ

T20 WC 2022: ભારત-નેધરલેંડ મેચ દરમિયાન એક ભારતીય દર્શકે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કર્યું. ICC એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 

Viral Video: ભારત-નેધરલેંડની મેચ દરમિયાન 'પ્રેમની સિક્સર', ઇન્ડીયન દર્શકે આ રીતે ગર્લફ્રેન્ડ કર્યું પ્રપોઝ

IND vs NED: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ગુરૂવારે રમાયેલી ભારત-નેધરલેંડ (IND vs NED) મેચમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાયેલા આ મુકાબલ દરમિયાન એક ભારતીય દર્શકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી દીધું હતું. અચાનક મળેલા આ પ્રપોઝલથી છોકરી શરૂઆતમાં આશ્વર્યમાં પડી ગઇ પરંતુ તેમણે રાહ જોયા વિના વિંટી માટે હાથ આગળ વધારી દીધો. 

મેચ દરમિયાન બીજી ઇનિંગમાં આ ઘટના સર્જાઇ હતી. નેધરલેંડની ટીમ 180 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને પાવરપ્લેમાં તે 27 રન પર બે વિકેટ ગુમાવી ચૂકી હતી. પાવરપ્લે બાદ હાર્દિક પંડ્યા ઓવર કરી રહ્યા હતા. આ ઓવરના પ્રથમ બોલ બાદ જેવો જ કેમેરો દર્શકો તરફ ફર્યો તો ભારતીય ફેને રાહ જોયા વિના પોતાના પોકેટમાંથી વિંટી કાઢી અને ગર્લફ્રેન્ડનો હાથ શોધવા લાગ્યો. ICC એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે.
IND vs NED: LIVE मैच में लड़की का दिल जीत ले गया ये शख्स, स्टेडियम में ऐसे किया गर्लफ्रेंड को प्रपोज; देखें Video
Indian Currency: BJP નેતાએ નોટ પર લગાવ્યા શિવાજી અને PM મોદીના ફોટા, કરી આ માંગ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ભારતે જીતી મેચ
ટીમ ઇન્ડીયાએ આ મુકાબલામાં પહેલાં બેટીંગ કરતાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની ફિફ્ટીના લીધે બે વિકેટ ગુમાવી 179 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેધરલેંડની આખી ટીમ નિર્ધારિત ઓવર સુધીમાં 9 વિકેટ ગુમાવી 123 રન બનાવી શકી હતી. ભારતે આ મુકાબલો 56 રનથી જીતી લીધો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news