T20 World Cup: ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો, આ ખેલાડી અચાનક જ નિકળ્યો કોરોના પોઝિટિવ
Australia Cricket Team: ટી20 વર્લ્ડકપ 2022 નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો આંચકો લાગ્યો છે. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમના સૌથી ખતરનાક ક્રિકેટર અને મેચ વિનર ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
Trending Photos
T20 World Cup: ટી20 વર્લ્ડકપ 2022 નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ટીમના સૌથી ખતરનાક ક્રિકેટર અને મેચ વિનર કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. ત્રણ દિવસની અંતર ઓસ્ટ્રેલિયાઇ ખેમાને બીજો આંચકો લાગ્યો છે. વિકેટકિપીર મેથ્યૂ વેડ શુક્રવારે ઇગ્લેંડ વિરૂદ્ધ યોજાનારી મહત્વપૂર્ણ ટી20 વર્લ્ડકપના સુપર 12 મેચ પહેલાં કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો
મેથ્યૂ વેડે ગુરૂવારે જંકશન ઓવલમાં ઓસ્ટ્રેલિયાના ઇંડોર અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી. તે પહેલાં એડમ જામ્પાએ કોરોના પોઝિટિવ થવાના કારણે શ્રીલંકા વિરૂદ્ધ મેચમાં ભાગ લીધો નથી. ટૂર્નામેંટના નિયમો અનુસાર વેડ કોરોના પોઝિટિવ હોવાછતાં મેચ રમાઇ શકે છે. તેમણે હળવા લક્ષણ છે. જોકે વેડને બાકી સભ્યોની સાથે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી નથી. સાથે જ તે મેચ પહેલાં અથવા મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરી શકશે નહી.
આ ખેલાડી અચાનક નિકળ્યો કોરોના પોઝિટિવ
જમ્પા પણ પર્થમાં રમાવવાની હતી, પરંતુ મેડિકલ સ્ટાફે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ગુરૂવારે નેગેટિવ મળી આવ્યા બાદ જામ્પા ઇંગ્લેંડનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે સહાયક કોચ ડેનિયલ વિટોરી સાથે બોલીંગનો અભ્યાસ કર્યો. ઓસ્ટ્રેલિયાઇ પસંદગીકર્તા પાસે વેડને રિપ્લેસ કરવાનો કોઇ વિકલ્પ નથી. જોશ ઇંગ્લિશના ઇજાગ્રસ્ત થયા બાદ હવે તે આ ટીમના એકમાત્ર વિકેટકીપર છે.
ઓસ્ટ્રેલિયા આ પ્રકારની સ્થિતિથી બચવા માંગે છે
ઓસ્ટ્રેલિયા એલેક્સ કેરી, જોશ ફિલિપ, બેન મેકડરમોટ અથવા જિમી પિયરસનના રૂપમાં કોઇ બેકઅપ વિકેટકીપરને બોલાવી શકતી નથી, કારણ કે તેના માટે વેડને આખી ટુર્નામેંટમાંથી બહાર રહેવું પડશે. કેમરન ગ્રીનને ઇંગ્લિશનું રિપ્લેસમેંટ સિલેક્ટ કરતી વખતે ઓસ્ટ્રેલિયા આ પ્રકારની સ્થિતિથી બચવા માંગતી હતી. તેમણે દાવ રમ્યો હતો કે વેડના બહાર થવાની ખૂબ સંભાવના રહેશે. અભ્યાસ સત્રમાં મેક્સવેલે વિકેટકીપિંગ ગ્લવ પહેરી સહાયક કોચની સાથે કેચિંગનો અભ્યાસ કર્યો. આ ટીવી કેમેરા માટે મજાકિયા રીતે કરવામાં આવ્યું હતું અને તેને જોઇ મુખ્ય ચયનકર્તા જોર્જ બેલી હસી પડ્યા.
ડેવિડ વોર્નર વિકેટકીપિંગ કરી શકે છે.
કેપ્ટન એરોન ફિંચે પણ મેક્સવેલને સંકેત આપ્યા કે વિકેટકિપીંગ વિકલ્પોની યાદીમાં તે મેક્સવેલથી આગળ છે. ટૂર્નામેંટ પહેલાં ફિંચ અને કોચ એંડ્ર્યૂ મેકડોનાલ્ડે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ડેવિડ વોર્નર વિકેટકીપિંગ કરી શકે છે. વોર્નર એક ટેસ્ટ મેચમાં બ્રેડ હેડિનની જગ્યાએ આ ભૂમિકા ભજવી ચૂક્યા છે. ફિંચે પણ બિગ બેશ લીગમાં મેલબર્ન રેનેગેડ્સ માટે આમ કર્યું છે. જોકે આ વાતની ખૂબ જ સંભાવના છે કે ઓસ્ટ્રેલિયાને બીજા કોઇ વિકલ્પની જરૂર પડશે. જો આમ થાય છે તો મેલબર્નમાં થનાર આ મેચમાં રમત શરૂ થવાની સંભાવના ઓછી રહે છે. ગુરૂવારે થયેલા મુશળાધાર વરસાદ બાદ શુક્રવારે વધુ વરસાદનું અનુમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે