સુરતમાં ઉદ્યોગપતિને ટિકિટ આપવા મુદ્દે ભાજપમાં ઘમાસાણ, પૂર્વ મંત્રીએ નોંધાવ્યો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા હવે ટિકિટ માટે ભાજપમાં પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોને ટિકિટ અપાશે અને કોનું પત્તુ કપાશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. ત્યારે હાલ તો સુરતમાં ટિકિટની વહેચણી અંગે ભાજપમાં ઘમાસણ ઉભું થયું છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ કુમાર કાનાણીએ ખુલીને કહ્યું છે કે, ઉદ્યોગપતિને નહીં પરંતુ બુથના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. ભાજપ સાથે સંબંધ ન હોય તેવા લોકોને ઉમેદવારે કેમ નોંધાવવા દેવી તેવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો છે. ભાજપની સેન્સ લેવાની કામગીરી વચ્ચે વર્તમાન ધારાસભ્યની નારાજગી સામે આવી છે. સુરતમાં ભાજપની એક બેઠક પર ઉમેદવાર તરીકે ડાયમંડ ક્ષેત્રના અગ્રણી દિનેશ નાવડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેના પર વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણી વિરોધ કરી રહ્યા છે. કુમાર કાનાણીએ ખુલીને કહ્યું છે કે, ઉદ્યોગપતિને નહીં પરંતુ બુથના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. ભાજપ સાથે સંબંધ ન હોય તેવા લોકોને ઉમેદવારે કેમ નોંધાવવા દેવી તેવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો છે.
નાવડિયાનો કાનાણીને જવાબ-
આ મામલે ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જવાબ આપતા કહ્યું છે કે, હું ભાજપનો કાર્યકર રહી ચુક્યો છું. ડાયમંડ ઉદ્યોગ માટે મે ઘણું કામ કર્યું છે. કુમાર કાનાણીના વિચારો તેમના અંગત છે. હું ચૂંટણી લડું એ અમારા એસોસિયશનની માંગણી છે. જો મને સંગઠન એટલે કે વીએચપીનો આદેશ મળશે તો હું ચૂંટણી લડીશ.
કાનાણીની નારાજગી અને દિનેશ નાવડિયાના જવાબથી એક વાત તો સ્પષ્ટ થઈ છે કે, સુરતની વરાછા બેઠક પર ઉમેદવારની પસંદગી મામલે પેચ ફસાઈ શકે છે. એકતરફી નિરીક્ષકો સુરતમાં ઉમેદવારોની પસંદગી માટે દાવેદારોને સાંભળતા હતા ત્યારે જ આ વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રીની નારાજગી ખુલીને સામે આવતા ટિકિટ માટે દાવેદાર નક્કી કરવામાં અડચણો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે