30 ઓક્ટોબરથી 3 દિવસ ફરી ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, જાણો પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 30 ઓક્ટોબરે બપોરે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી બપોરે સીધા જ સંસ્કાર નગરી વડોદરા પહોંચશે.

30 ઓક્ટોબરથી 3 દિવસ ફરી ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, જાણો પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે. દિવાળીના તહેવારો પુરી થતાં હવે રાજકીય પક્ષો ફરી ચૂંટણીના પર્વની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ગઢમાં ગાબડું ન પડે તે આશયથી ગુજરાત ચૂંટણીના પ્રચાર-પ્રસારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદીએ પોતાના હાથમાં લઈ લીધી છે. તેથી જ તેઓ કોઈકને કોઈક કાર્યક્રમનું આયોજન કરીને ચૂંટણીના પ્રચારઅર્થે એક બાદ એક ગુજરાતના વિવિધ ઝોન, વિવિધ જિલ્લા અને વિવિધ વિસ્તારોમાં પ્રવાસનું આયોજન કરી રહ્યાં છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ભાજપો ક્યાંય વીક પોઈટ જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજાની માહોલ ભાજપ તરફી કરવાનો પુરેપુરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે પીએમ મોદીના આગામી ગુજરાત પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 30 ઓક્ટોબરે બપોરે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી બપોરે સીધા જ સંસ્કાર નગરી વડોદરા પહોંચશે. પીએમ મોદી વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં તેઓ એક સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. જ્યાં ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સંવાદ કરશે. એટલું જ નહીં આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરી શકે છે.

પીએમ મોદી વડોદરાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી કેવડિયા રવાના થશે કેવડિયા માં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે પીએમ કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે પીએમ મોદી કેવડિયા થી પીએમ વડોદરા એરપોર્ટ પહોંચશે ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં પીએમ મોદી કરોડો ના વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભા ને સંબોધન કરશે થરાદ ના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી અમદાવાદ પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

 

પ્રધાનમંત્રી મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમાં પ્રધાનમંત્રી શહિદ આદિવાસીઓને શ્રધ્ધાંજલી આપશે 109 વર્ષ પહેલાં માનગઢ માં સેંકડો આદિવાસીઓ શહીદી વહોરી હતી. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય આયોજીત કાર્યક્રમ માં પીએમ મોદી જનસભા ને સંબોધન કરશે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના આદીવાસી સમાજ ના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. માનગઢ થી પીએમ મોદી બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ કોલેજ સહિતના કરોડો ના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભા ને પીએમ મોદી સંબોધન કરશે જાંબુઘોડા થી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં સાંજે હાજરી આપશે મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપ ના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ ને પીએમ સંબોધશે. સ્નેહ મિલન કાર્યક્રમ બાદ રાત્રે પીએમ મોદી દિલ્લી જવા રવાના થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news