જીતની ખુશીમાં રોહિત શર્માથી અજાણતા થઈ ગઈ મોટી ભૂલ? જાણો એવું તે શું થયું...કેમ ભડક્યા લોકો

પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ જીતાડનાર રોહિત શર્માએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું પ્રોફાઈલ પીક્ચર ચેન્જ કર્યું છે. રોહિતે ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યા બાદ બાર્બાડોસના મેદાન પર તિરંગો લહેરાવ્યા બાદ જમીન પર લગાવ્યો હતો. રોહિતનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર  પણ ખુબ વાયરલ થયો હતો. જાણો હવે કેમ મામલો ગરમાઈ રહ્યો છે. 

જીતની ખુશીમાં રોહિત શર્માથી અજાણતા થઈ ગઈ મોટી ભૂલ? જાણો એવું તે શું થયું...કેમ ભડક્યા લોકો

પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ જીતાડનાર રોહિત શર્માએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું પ્રોફાઈલ પીક્ચર ચેન્જ કર્યું છે. રોહિતે ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યા બાદ બાર્બાડોસના મેદાન પર તિરંગો લહેરાવ્યા બાદ જમીન પર લગાવ્યો હતો. રોહિતનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર  પણ ખુબ વાયરલ થયો હતો. ત્યારબાદ રોહિતે તેને પોતાના એક્સ એકાઉન્ટ ઉપર પણ પ્રોફાઈલ પીક્ચર તરીકે રાખ્યો છે. હવે રોહિત શર્માનો આ ફોટો જોઈને કેટલાક ફેન્સ ભડક્યા છે. જેનું કારણ પણ સામે આવ્યું છે. 

ક્યાં થઈ ગઈ ચૂક?
વાત જાણે એમ છે કે રોહિત શર્માના આ ફોટામાં તિરંગો જમીનને સ્પર્શતો દેખાય છે. જેના પર ફેન્સ ભડકી ગયા છે અને ભાત ભાતની ટિપ્પણી સોશિયલ મીડિયામાં થઈ રહી છે. અનેક મીડિયા યૂઝર્સનું કહેવું છે કે રોહિતથી તિરંગાનું અપમાન થયું છે જેના પર રોહિતે માફી માંગવી જોઈએ. 

— Rahul Warrier (@rahulw_) July 8, 2024

જો કે રોહિતને જોઈને એવું લાગતું નથી કે તેણે જાણી જોઈને કર્યું હોય. એક યૂઝરે પોસ્ટ શેર કરીને લખ્યું કે ઝંડાને જમીનને સ્પર્શ કરવાની મંજૂરી ન આપી શકાય. કાયદા મુજબ આમ કરનારા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજા કે દંડની સજા થઈ શકે છે. 

it comes under incorrect display

Please @ImRo45 don’t disrespect the Indian flag !

I tweeted this the same day we won , but deleted the tweet https://t.co/lrIKHRVGgw

— Reddit_user (@reddit_user_) July 8, 2024

શું છે રાષ્ટ્રીય ધ્વજનો નિયમ?
હકીકતમાં જો ભારતીયનો રાષ્ટ્રીય ધ્વજ કોઈ પણ વ્યક્તિ જમીનને અડાડે તો તે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971ની કલમ મુજબ કોઈ પણ વ્યક્તિને તિરંગાને જાણી જોઈને જમીન પર લહેરાવવાની કે તેના પર પાણી નાખવાની મંજૂરી નથી. 
 

it comes under incorrect display

Please @ImRo45 don’t disrespect the Indian flag !

I tweeted this the same day we won , but deleted the tweet https://t.co/lrIKHRVGgw

— Reddit_user (@reddit_user_) July 8, 2024

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news