Petrol Diesel Price: ...તો શું 385 રૂપિયા પ્રતિ લીટર થશે પેટ્રોલ? ભારતીય અર્થતંત્રનું ગણિત બગાડી શકે છે તેલ

Petrol Diesel Price: ભારતમાં પેટ્રોલના ભાવ 385 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે. આ ત્યારે થશે જ્યારે રશિયા ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરશે.

Petrol Diesel Price: ...તો શું 385 રૂપિયા પ્રતિ લીટર થશે પેટ્રોલ? ભારતીય અર્થતંત્રનું ગણિત બગાડી શકે છે તેલ

Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની વધતી અને ઘટતી કિંમતની અસર દેશના તમામ નાગરિક પર પડે છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડી રાહત જોવા મળી રહી છે. પરંતુ બની શકે કે આ રાહત લાંબો સમય ન હોય. એવું પણ બને કે પેટ્રોલ અને ડીઝલ પણ સામાન્ય માણસની પહોંચથી બહાર થઈ જાય. આખી દુનિયામાં તેલનું ગણિત રશિયા બગાડી શકે છે. જો રશિયા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરશે તો તેની ખરાબ અસર સમગ્ર દુનિયાને ભોગવવી પડશે. રશિયાના આ સંભવિત પગલાને કારણે સમગ્ર દુનિયામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી જશે અને મોંઘવારીનો દર પણ બેફામ રીતે વધશે. આવો તમને જણાવી દઈએ કે રશિયા કેવી રીતે ભારતની સાથે સાથે સમગ્ર દુનિયામાં તેલનું ગણિત બગાડી શકે છે.

રશિયા સાથે નારાજગી પડી શકે છે ભારે
વાસ્તવમાં યુક્રેન સાથેના યુદ્ધને કારણે દુનિયાના તમામ દેશ રશિયાથી નારાજ છે. અમેરિકા અને યુરોપિયન દેશોએ પણ રશિયા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રશિયા પર તમામ વૈશ્વિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તાજેતરમાં જ જર્મનીમાં યોજાયેલી જી-7 સમિટમાં યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયા પર વૈશ્વિક પ્રતિબંધો લાદવા અંગે ચર્ચા થઈ હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.

નિષ્ણાતોએ આપી આ ચેતવણી
જે બાદ વિશ્લેષકોનું માનવું છે કે રશિયા આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વિશ્લેષકોના મતે, યુએસ અને યુરોપિયન દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડી શકે છે. જેના પરિણામ સ્વરૂપે સમગ્ર દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભયંકર વધારો થઈ શકે છે. ભારતની વાત કરીએ તો અત્યારે અહીં પેટ્રોલ 100 થી 110 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ વેચાઈ રહ્યું છે. ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જો રશિયા ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડશે તો દેશમાં પેટ્રોલના ભાવમાં 385 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ શકે છે. ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. કારણ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રૂડ ઓઈલની કિંમતના આધારે નક્કી થાય છે.

પેટ્રોલનો ભાવ 385 રૂપિયા પ્રતિ લિટર?
જો રશિયા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 30 લાખ બેરલનો ઘટાડો કરે તો લંડન બેન્ચમાર્ક પર ક્રૂડ ઓઈલના ભાવ 190 ડોલર સુધી પહોંચી જશે. જો રશિયા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં 50 લાખ બેરલનો ઘટાડો કરશે તો તેની કિંમત પ્રતિ બેરલ 380 ડોલર સુધી પહોંચી જશે. 380 ડોલર પ્રતિ બેરલના દરે ભારતમાં ક્રૂડ ઓઈલની ખરીદી પેટ્રોલના ભાવમાં ત્રણ ગણો વધારો કરી શકે છે. એટલે કે જો આવું કંઇક થાય છે તો ભારતમાં પેટ્રોલની કિંમત 385 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news