Salim Durrani Passed Away:સલીમ દુરાની એકમાત્ર એવા ક્રિકેટર, જે દર્શકોની ડિમાન્ડ પર ફટકારતા સિક્સર

Salim Durrani Passed Away: જામનગરના રહીશ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે આજે નિધન થયું છે. તેઓની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. ક્રિકેટર સલીમ દુરાની ભારતના સર્વ પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ક્રિકેટર હતા તેમજ ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ હતા. 

Salim Durrani Passed Away:સલીમ દુરાની એકમાત્ર એવા ક્રિકેટર, જે દર્શકોની ડિમાન્ડ પર ફટકારતા સિક્સર

Salim Durrani Passed Away: જામનગરના રહીશ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે આજે નિધન થયું છે. તેઓની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. ક્રિકેટર સલીમ દુરાની ભારતના સર્વ પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ક્રિકેટર હતા તેમજ ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ હતા. તેમને દુઃખદ અવસાનથી ક્રિકેટ રસિકોમાં ભારે શોક છવાયો છે. સલીમ દુરાનીના અવસાન બાદ તેના સાથી ભારતીય ક્રિકેટર મિત્રો અને ભારતભરમાંથી ક્રિકેટ સેલિબ્રિટીઓ તથા નેતાઓ આગેવાનો દ્વારા તેમના પરિવારજનો સાથે ટેલીફોનિક દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે..

મૂળ અફઘાનિસ્તાનના વતની
સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. પરંતુ જ્યારે દુરાની  માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો. 

લોકોની ડિમાન્ડ પર મારતા સિક્સર 
પહેલાના જમાનામાં આજના જેવી પેવેલિયનની ગોઠવણ ન હતી. ત્યારે ચાર જ સેક્શનમાં પેવેલિયન વહેંચી દેવાતું હતું. સામાન્ય ક્રિકેટચાહકોને સિલ્વર અને એમાં ય કોર્નર જ વધુ પોસાય તેમ હતું.  ત્યારે વી વૉન્ટ સિક્સરની બૂમો તો વધુ સિલ્વર-કોર્નરની જ આવતી હતી. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીની હાઈટ લગભગ છ ફૂટ હતી. તેઓ લેફ્ટી બેટ્સમેન હતા, હાઈટ સારી હતી માટે સરેરાશ બેટ્સમેનને જે બાઉન્સર લાગે એ તેમને રમવા સરળ પડતા. તો તેમને જે દિશાએથી બૂમ પડે એ દિશામાં દુરાની સિક્સર ફટકારતા હતા. તો એમ પણ કહી શકાય કે જે દિશાએ સિક્સ ફટકારવાની દુરાનીની ક્ષમતા હતી, બૂમો પણ એ જ દિશાએથી ઊઠતી હતી. 

શાનદાર ઓલરાઉન્ડર
દુરાનીએ 60-70ના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી. દુરાની ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુરાની આતિશી બેટિંગ માટે જાણીતા હતા. આ સાથે દુરાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.

પરવીન બાબી સાથે ફિલ્મમાં કામ કર્યું હતું
સલીમ દુરાનીનું વ્યક્તિત્વ બેહદ ડૅશિંગ હતું. 1973માં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવ્યું હતું. સલીમે બોલિવૂડ ફિલ્મ 'ચરિત્ર'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી પરવીન બાબી પણ હતી. પરવીનની આ ડેબ્યુ ફિલ્મ હતી. પરવીન અને સલીમ દુરાની વચ્ચે ગાઢ મૈત્રીથી વિશેષ સંબંધો હતા. પોતે સલીમ દુરાનીએ સ્વિકાર્યુ  હતું કે , "વૉ સાવન કે બાદલોં મેં ચમકતી બિજલી જૈસી લડકી થી, સબ કો અચ્છી લગતી થી લેકિન કોઈ ઉસે બાંધ નહિ સકતા થા"

આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

Trending news