મહિલા T-20 : ભારતે વેસ્ટ ઇન્ડિઝનો 5-0થી કર્યો સફાયો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમા અને અંતિમ ટી20 મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને 61 રનથી હરાવીને પાંચ મેચની ટી-20માં 5-0થી ક્લિન સ્વિપ કરી દીધું છે

Updated By: Nov 21, 2019, 02:55 PM IST
મહિલા T-20 : ભારતે વેસ્ટ ઇન્ડિઝનો 5-0થી કર્યો સફાયો

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમા અને અંતિમ ટી20 મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને 61 રનથી હરાવીને પાંચ મેચની ટી-20માં 5-0થી ક્લિન સ્વિપ કરી દીધું છે. ભારતીય ટીમ વન ડે સિરીઝ પણ 2-1થી પોતાના નામે કરી ચૂકી છે. 

વેસ્ટ ઇન્ડિઝના પ્રોવિંસ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતને પહેલાં બેટિંગ કરી હતી અને ત્રણ વિકેટે 134 રનનો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમને નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ પર 73 રને અટકાવી દીધી હતી. યજમાન ટીમ તરફથી કિશોના નાઇટે 22 અને શૈમાન કોમ્પબેલે 19 રન કર્યા હતા. બાકીના બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા. 

ભારતીય ટીમ તરફથી ઓફ સ્પિનર અનુજા પાટીલે બે વિકેટ લીધી જ્યારે રાધા યાદવ, પૂનમ યાદવ, પૂજા વસ્ત્રાકર અને હર્લીન દેઓલને એક-એક વિકેટ મળી હતી. આ પહેલાં ભારતીય ટીમે ત્રણ વિકેટ પર 134 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વેદા કૃષ્ણમૂર્તિ નોટઆઉટ 57 અને જેમિમાહ રોડ્રિક્સ નોટઆઉટ 50 રનની ઇનિંગ રમ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ માટે હૈલી મૈથ્યુઝ, કેપ્ટન અનીસા મોહમ્મદ તેમજ આલિયાહ એલીને એકએક વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube