VIDEO : પિતાનો જન્મદિવસ ઐશ્વર્યાએ ઉજવ્યો યાદગાર રીતે, જોઈને કહેશો કે દીકરી હોય તો આવી
ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ પગલું ભર્યું છે
Trending Photos
નવી દિલ્હી : માતાપિતાનો ઋણ બાળકો ક્યારેય નથી ફેડી શકતા પણ ક્યારેય તેમના માટે કંઈ કરવાની તક મળે તો એ છોડવી ન જોઈએ. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ને પણ હાલમાં આવું જ મહત્વનું કામ કર્યું. તેણે પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયના જન્મદિવસે યાદગાર બનાવવા એવું પગલું ભર્યું કે જેને જાણીને દરેક દિકરી ગર્વ અનુભવશે. ઐશ્વર્યાએ પોતાના પિતાની જયંતિના દિવસે એવા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો જેના માટે હસવાનું કામ તબીબી કારણોસર મુશ્કેલ છે. ઐશ્વર્યાએ ગયા વર્ષની જેમ આ આ વર્ષે પણ પિતાનો જન્મદિવસ સ્માઇલ ફાઉન્ડેશન સાથે સેલિબ્રેટ કર્યો. આ સંસ્થા કપાયેલા હોઠ અને તાળવાવાળા બાળકોની સર્જરી અને ઇલાજના કરાવવાના ફિલ્ડમાં સક્રિય છે.
આ પ્રસંગે ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીર પણ શેયર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે 'અમારા સ્માઇલવાળો દિવસ'
ઐશ્વર્યા આ દિવસને પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે યાદગાર બનાવવાના પ્રયાસમાં લાગેલ છે. તેણે પોતાના માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા સાથેની તસવીર શેયર કરી.
નોંધનીય છે કે ગયા વર્ષે પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સ્માઇલ ફાઉન્ડેશનના બાળકો હતા અને મીડિયાની વધારે પડતી દખલઅંદાજીને કારણે ઐશ્વર્યાની આંખમાં આંસું આવી ગયા હતા. જોકે આ વર્ષે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ પછી ઐશ્વર્યાએ મીડિયાનો આભાર માન્યો હતો.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે