Team India: ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો આ ધાકડ ઓલરાઉન્ડર, ઇરાદાપૂર્વક કરાયો ઇજાગ્રસ્ત!

T20 World Cup 2022: ટીમ ઇન્ડિયાનો એક ધાકડ ઓલરાઉન્ડર ઇજાના કારણે ટી20 વર્લ્ડ કપ 2022 માંથી બહાર થઈ ગયો છે. આ વચ્ચે આ ખેલાડીની ઇજાને લઇ મોટો ખુલાસો થયો છે.

Team India: ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો આ ધાકડ ઓલરાઉન્ડર, ઇરાદાપૂર્વક કરાયો ઇજાગ્રસ્ત!

T20 World Cup 2022, Team India: એશિયા કપ 2022 બાદ ટીમ ઇન્ડિયાની સામે ટી20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવું એક મોટો પડકાર હશે. ટી20 વર્લ્ડ કપ 2022 થી પહેલા ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક ધાકડ ઓલરાઉન્ડર ઇજાના કરાણે ટી20 વર્લ્ડ કપ 2022 માંથી બહાર થઈ ગયો છે, પરંતુ સમાચારોનું માનીએ તો આ ખેલાડીને ઈરાદાપૂર્વક ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે. આ ખેલાડી ટીમ ઇન્ડિયાનો મહત્વનો ખેલાડી છે.

આ ખેલાડી થયો ટી20 વર્લ્ડ કપમાંથી બહાર
ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ટી20 વર્લ્ડ કપ 2022 માંથી બહાર થઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઇજા થઈ છે. તે એશિયા કપ 2022 દરમિયા ઇજા થયો હતો. તેના ઇજાગ્રસ્ત થવાનું મુખ્ય કારણ એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન થયેલી ક્રિક ઇન્જરી છે. પરંતુ આ વચ્ચે તેની ઇજા સાથે જોડાયેલો મોટો ખુલાસો થયો છે.

આ મોટા કારણથી થયો ઇજાગ્રસ્ત
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર રવિન્દ્ર જાડેજા પાસે એશિયા કપ દરમિયા કેટલીક એવી એક્ટીવિટી કરાવવામાં આવી હતી જે બીસીસીઆઇનો ભાગ ન હતો. જાડેજાને હોટલની બેકવોટર સુવિધામાં કેટલીક પાણી આધારિત ટ્રેનિંગ એક્ટિવિટીથી પસાર થવા માટે કહ્યં હતું, આ દરમિયાન તે સ્લિપ થયો અને ઘૂંટણના ભાગે ઇજાગ્રસ્ત થયો.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક સૂત્રએ જણાવ્યું કે, તેને એક એડવેન્ચર એક્ટિવિટીના ભાગ તરીકે કોઈ ખાસ પ્રકારના સ્કી-બોર્ડ પર પોતાને સંતુલિત રાખવાનો હતો, જે ટ્રેનિંગ મેન્યુઅનનો ભાગ નથી. તે એકદમ બિનજરૂરી હતું. આ દરમિયાન તે સ્લિપ ખાઈ ગયો અને ઇજાગ્રસ્ત થયો. જેના કારણે સર્જરી કરાવવાના જરૂરિયાત પડી.

ઇજા બાદ BCCI પણ નારાજ
રવિન્દ્ર જાડેજાના ઇજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઇમાં ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોએ વધુમાં કહ્યું, આશ્ચર્યની વાત એ છે કે, હેડ કોચ રાહુલ દ્રવિડે ઇજાના કારણે ગુસ્સે થયા ન હતા. આદર્શરીતે, કોઈ અપેક્ષા રાખશે કે દ્રવિડ આ સંપૂર્ણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવશે. જોકે, ભારત જાડેજા વગર ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news