Tokyo Olympics: કોમેન્ટેટરે કોરિયન પ્લેયરની આંખો ઉપર કરી જાતિવાદી ટિપપ્ણી, મળી આ સજા

ઘણી વાર એવું કહેવામાં આવે છે કે સ્પોર્ટ્સ દ્વારા દુનિયાભરના લોકો એક થઈ શકે છે. અહીં કોઈપણ પ્રકારના ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) એક કેસ ફરીથી સામે આવ્યો છે

Tokyo Olympics: કોમેન્ટેટરે કોરિયન પ્લેયરની આંખો ઉપર કરી જાતિવાદી ટિપપ્ણી, મળી આ સજા

નવી દિલ્હી: ઘણી વાર એવું કહેવામાં આવે છે કે સ્પોર્ટ્સ દ્વારા દુનિયાભરના લોકો એક થઈ શકે છે. અહીં કોઈપણ પ્રકારના ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) એક કેસ ફરીથી સામે આવ્યો છે, જેણે ફરી એક વખત જાતિવાદને (Racism) હવા આપી છે.

કોરિયન ખેલાડી જાતિવાદનો શિકાર
વરિષ્ઠ પત્રકાર ડિમોસ્થેનિસ કારમિરિસે (Dimosthenis Karmiris) ગ્રીસની ટીવી ચેનલ 'ઇઆરટી' (ERT) પર જાતિવાદી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ત્યાં હંગામો થયો હતો. કારમિરિસ અતિથિ તરીકે ટીવી પર લાઇવ હતા. તેમણે દક્ષિણ કોરિયાના (South Korea) ટેબલ ટેનિસ (Table Tennis) ખેલાડીઓ પર ખોટી ટિપ્પણી કરી.

કોરિયન ખેલાડીની જીત
ખરેખર, દક્ષિણ કોરિયાના (South Korea) જિઓંગ યંગ-સિકે (Jeoung Young-Sik) ગ્રીસના (Greece) ખેલાડી પાનાગિઓટિસ ગિયોનિસને ( Panagiotis Gionis) ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સના (Table Tennis Men's Singles) ત્રીજા રાઉન્ડમાં 4-3 થી પરાજિત કર્યો. તે પછી ડિમોસ્થેનેસ કારમિરિસનું આઘાતજનક નિવેદન આવ્યું.

આ જાતિવાદી નિવેદન પર હોબાળો
જ્યારે પત્રકાર ડિમોસ્થેનિસ કરમિરિસને (Dimosthenis Karmiris) દક્ષિણ કોરિયન ખેલાડી જિઓંગ યંગ-સિકની (Jeoung Young-Sik) કુશળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેના જવાબથી બધાને આશ્ચર્યચકિત કર્યા. તેમણે કહ્યું, 'કોરિયન લોકો ટેનિસ રમતા નથી, તેમની આંખો એટલી નાની છે કે તેઓ બોલને આગળ-પાછળ કેવી રીતે જુએ છે તે મને સમજાતું નથી.' આટલું કહીને, કારમિરિસ લાઇવ ટીવી પર હસવા લાગ્યા.

જર્નાલિસ્ટ પર આવી આફત
ડિમોસ્થેનિસ કારમિરિસનું (Dimosthenis Karmiris) આ જાતિવાદી નિવેદન (Racial Comment) સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું, લોકોએ આ પત્રકાર સામે પગલાં લેવાની માંગ શરૂ કરી દીધી. મામલો બગડતો જોઈ ચેનલ ઈઆરટીએ (ERT) કારમિરિસને કાઢી મુક્યા હતા.

'જાતિવાદી ટિપ્પણી માટે કોઈ સ્થાન નથી'
ગ્રીસની (Greece) ચેનલ ઇઆરટીએ (ERT) એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે 'જાહેર ટેલિવિઝન પર જાતિવાદી ટિપ્પણીઓને કોઈ સ્થાન નથી. ઇઆરટી અને ડિમોસ્થેનિસ કારમિરિસ (Dimosthenis Karmiris) વચ્ચેનો કરાર આજે સમાપ્ત કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news