મેષ રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછીનો સમય કપરો....ખાસ જાણો
Aries Yearly Horoscope: મેષ રાશિના જાતકો માટે આવનારું વર્ષ 2025 કેવું રહેશે તે ખાસ જાણો. મહિલાઓ, વિદ્યાર્થીઓ પણ ખાસ જાણો કે તમારા માટે આ વર્ષ કેવું રહેશે.
Trending Photos
મેષ રાશિ : વર્ષની શરૂઆતમાં ગુરૂ ગોચર માં વૃષભ રાશિ માં તમારી રાશિ થી બીજા ધન માં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ અપાવશે યસ નામ અને પ્રગતિ કરાવશે કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે
તા. ૧૪-૦૫-૨૦૨૫ થી ગુરુ મિથુન રાશિ માં આવતા તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે ભાઈ- બહેન સાથે મતભેદો ઊભા કરી શકે . નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર સ્થળાંતર ના યોગ બને
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક સુખમાં વધારો કરે. વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ આપે સમાજમાં માન આપે દરેક કાર્યમાં સફળતા મળે
તા. ૨૯-૦૩-૨૦૨૫ થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિ થી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે માથા પરથી પસાર થાય જે શારીરિક માનસિક, આર્થિક તકલીફ ઊભી કરે દરેક જગ્યા એ રુકાવટો લાવે
સ્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષ ની શરૂઆત માં દરેક જગ્યા એ લાભ રહે ત્યારબાદ ૨૯ માર્ચ થી શનિ મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક કે આર્થિક તકલીફો આપે પેટને લગતી નાની મોટી તકલીફો થઈ શકે
વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં સારું મહેનત પ્રમાણે લાભ પણ માર્ચ ૨૦૨૫ થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્ન માં કઠિનાઈ ઓ આવે જેથી વધુ મહેનત કરવી
(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે