Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાકો, રેસલર રવિ કુમાર ફાઇનલમાં પહોંચ્યો, દીપક પૂનિયાની સેમી ફાઈનલમાં હાર
ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે.
Trending Photos
ટોક્યોઃ રવિ દહિયાએ શાનદાર પ્રદર્શન કરતા નુરઇસ્લામ સનાયેવને હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રવિ દહિયાએ ભારત તરફથી ચોથો મેડલ પાકો કરી લીધો છે અને તે ભારત રમવા પર ઓછામાં ઓછો સિલ્વર મેડલ પોતાના નામે કરશે.
ભારતનો ઓલિમ્પિકમાં વધુ એક મેડલ પાક્કો થઈ ગયો છે. ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે તેણે ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે.
સેમિમાં રવિની દમદાર જીત
ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે.
આ રીતે ક્વાર્ટર ફાઇનલમાં રવિ કુમારે મેળવી હતી જીત
ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ 13-2થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
રેસલિંગમાં અત્યાર સુધી ભારતને મળ્યા છે પાંચ મેડલ
રેસલિંગની ઇવેન્ટમાં ભારતને ઓલિમ્પિકમાં અત્યાર સુધી 5 મેડલ મળ્યા છે. જેમાં એક સિલ્વર અને બ્રોન્ઝ છે. આ સાથે રવિ કુમાર ગોલ્ડ જીતી ભારતનો પ્રથમ રેસલર બની શકે છે. આ પહેલા કેડી જાધવ, સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક ભારત માટે રેસલિંગ ઇવેન્ટમાં મેડલ જીતી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે