અન્ડર-19 વર્લ્ડ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા દ્રવિડના આ પાંચ સિતારા

વિશ્વ ઈલેવનમાં ભારતના ટોંચના ત્રણ બેટ્સમેન પૃથ્વી શો (261 રન), ફાઈનલમાં સદી ફટકારનાર મનજોત કાલરા 252 રન, અને મેન ઓફ ધ ટર્નામેન્ટ બનેલ શુભમન ગિલ સામેલ છે. 

 

 અન્ડર-19 વર્લ્ડ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા દ્રવિડના આ પાંચ સિતારા

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓની આશા અનુસાર અન્ડર 19 વિશ્વકપની ટીમમાં પોતાના દબદબો જાળવી રાખ્યો, આજે આઈસીસીએ જાહેર કરેલી વિશ્વ ઈલેવનમાં વિશ્વ ચેમ્પિયન ટીમના પાંચ ખેલાડીઓ સામેલ છે. ભારતે ન્યૂઝીલેન્ડમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટેલિયાને 8 વિકેટે હરાવીને વિશ્વકપ જીત્યો હતો. વિશ્વ ઈલેવનમાં ભારતના ટોંચના ત્રમ બેટ્મેસન પૃથ્વી શો, શુભમન ગિલ અને મનજોત કાલરા સામેલ છે. આ સિવાય સ્પીનર અનૂકુલ રોય અને ફાસ્ટ બોલર કમલેશ નારગકોટી સામેલ છે. આઈસીસી અન્ડર 19 વિશ્વકપની ટીમની પસંદગી પાંચ સદસ્યોની પેનલ જેમાં વિન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપ, પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન અંજુમ ચોપડા, કિવીના પૂર્વ કેપ્ટન જૈફ ક્રો, પત્રકાર શશાંક કિશોર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટોમ મૂડી સામેલ હતા. 

 

મહત્વની વાત છે કે વિજેતા ભારતના પાંચ ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ઉપવિજેતા ઓસ્ટ્રેલિયાના એકપણ ખેલાડીને સ્થાન મળ્યું નથી. આઈસીસીના નિવેદન મુજબ દક્ષિુણ આફ્રિકાના કેપ્ટન રેનાર્ડ વોન ટોન્ડરને ટીમની કમાન સોંપવામાં આવી છે. જેમાં છ દેશના ખેલાડીઓ સામેલ છે. વોન ટોન્ડરે છ મેચમાં 348 રન બન્વાય જેમાં કેનિયા વિરુદ્ધ 143 રનની ઈનિંગ સામેલ છે. વોન ટોન્ડર સિવાય આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન વૈંડિલ માકવેતુ અને ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએટજી પણ સામેલ છે. 

 

 

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ફિન એલેનને સતત શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેણે 338 રન બનાવ્યા, પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન અફરીદી અને અફઘાનિસ્તાનના સ્પીનર કૈસ અહમદને પણ અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. વેસ્ટઈન્ડીઝના બેટ્સેન એલિક અંથાજેને 12માં ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. આ ટૂર્નામેન્ટમાં તેણે સર્વાધિક 418 રન બનાવ્યા હતા. 

આઈસીસી અન્ડર-19 વિશ્વકપની ટીમ આ પ્રકારે છે. પૃથ્વી શો, મનજોત કાલરા, શુભમન ગિલ (ભારત), ફિન એલેન (ન્યૂઝીલેન્ડ), રોનાર્ડવોન ટોન્ડર (દક્ષિુણ આફ્રિકા કેપ્ટન), વૈંકિલ માકવેતુ (દ.આફ્રિકા વિકેટકીપર), અનુકુલ રોય, કમલેશ નાગરકોટી (ભારત), ગેરાલ્ડ કોએટજી (આફ્રિકા), કૈસ અહમદ (અફઘાનિસ્તાન), શાહીન અફરીદી (પાકિસ્તાન). બારમો ખેલાડી - એલિક અથાંજે (વેસ્ટઈન્ડિઝ). 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news