IND vs WI: ત્રીજી T20માં બુમરાહ, ઉમેશ અને કુલદીપને આરામ

ત્રીજા ટી20 ઈન્ટરનેશનલ મેચ પહેલા સિદ્ધાર્થ કૌલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી પોતાના નામે કરી ચુકી છે. તેવામાં પસંદગીકારો કેટલાક યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. 

IND vs WI: ત્રીજી T20માં બુમરાહ, ઉમેશ અને કુલદીપને આરામ

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજો અને અંતિમ ટી-20 મુકાબલો 11 નવેમ્બર (રવિવાર) ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મેચ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ પહેલા સિદ્ધાર્થ કૌલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા શ્રેણીના પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી ચુકી છે. તેવામાં પસંદગીકારો કેટલાક યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. 

બીસીસીઆઈએ શુક્રવારે ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરતા જણાવ્યું કે, ત્રીજી મેચ માટે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા ત્રણ બોલરોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. 

ત્રણ ટી20 મેચની આ શ્રેણીનો પ્રથમ મેચ કોલકત્તામાં રમાયો, જ્યાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ બીજો મેચ લખનઉમાં રમાયો. ટીમ ઈન્ડિયાએ રોહિતની શાનદાર સદીની મદદથી 71 રનથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. 

— BCCI (@BCCI) November 9, 2018

સિદ્ધાર્થ કૌલ આ પહેલા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે ટી20 શ્રેણીમાં ભારતીય ટીમમાં હતો, ત્યાં તેને 2 મેચ રમવાની તક મળી હતી. સિદ્ધાર્થે અત્યાર સુધી રમેલા બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3 વિકેટ પોતાના નામે કરી છે. 

ત્રીજી ટી-20 માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકી), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, શાહબાજ નદીમ, સિદ્ધાર્થ કૌલ. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news