વર્લ્ડ કપ 2019: દિગ્ગજ ઈજાગ્રસ્ત, હાર સાથે શરૂઆત, ભારત સામે મેચ પહેલા દબાવમાં આફ્રિકા

પોતાના બંન્ન શરૂઆતી મેચ ગુમાવી ચુકેલા આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે. 
 

વર્લ્ડ કપ 2019: દિગ્ગજ ઈજાગ્રસ્ત, હાર સાથે શરૂઆત, ભારત સામે મેચ પહેલા દબાવમાં આફ્રિકા

સાઉથમ્પ્ટનઃ વિશ્વકપમાં પોતાના બંન્ને શરૂઆતી મેચ ગુમાવી ચુકેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે. આ મહત્વના મેચ પહેલા તે પોતાની તૈયારીને ચકાસવા માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. ઈજાથી પરેશાન આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલા અને ડેલ સ્ટેન ધગધગતા તડકામાં નેટ પર ઉતર્યા હતા. 

વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના બંન્ને મેચ ગુમાવી ચુકી છે. ઈજાને કારણે સ્ટેન આ બંન્ને મેચોમાં બહાર હતો, તો અમલા બાંગ્લાદેશ સામેની મેચમાં બહાર રહ્યો હતો. 

બાંગ્લાદેશ સામે થયેલા પરાજયના 24 કલાક કરતા ઓછા સમયમાં 35 વર્ષીય સ્ટેન અને 36 વર્ષીય અમલા ટીમના સ્પોર્ટ સ્ટાફની સાથે સાઉથમ્પ્ટનની આકરી ગરમીમાં મેદાન પર 75 મિનિટ પસાર કરી હતી. 

— Cricket World Cup (@cricketworldcup) June 2, 2019

લંડનથી બે કલાકની યાત્રી કરી અહીં પહોંચ્યા બાદ બંન્ને દિગ્ગજ ખેલાડી હોટલથી મેદાન પર પહોંચ્યા હતા. અહીં નેટ સત્ર પહેલાથી નક્કી નહતું, પરંતુ અમલાએ 60 મિનિટ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી, જ્યારે સ્ટેને લગભગ 30 મિનિટ સુધી બોલિંગ કરી હતી. સ્ટેન લાંબા રનઅપની સાથે બોલિંગ કરી રહ્યો હતો. 

બીજીતરફ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી ઈજાને કારણે ભારત વિરુદ્ધ રમાનારી મેચમાં રમશે નહીં. એનગિડી ઈજાને કારણે આઈપીએલમાંથી પણ બહાર રહ્યો હતો. તેની જગ્યાએ ડેલ સ્ટેનને ટીમમાં તક મળી શકે, પરંતુ તે ફિટ થઈ જવો જોઈએ. 

સ્ટેન નહીં રમે તો ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને તક મળી શકે છે. તો સીનિયર બેટ્સમેન અમલા હવે ફિટ લાગી રહ્યો છે, જેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં જોફ્રા આર્ચરનો બોલ હેલમેટ પર વાગ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news