વિરાટ કોહલી અનુષ્કા સાથે પહોંચશે બેંગલુરૂ, 15 જૂને થશે અગ્નિ પરીક્ષા

વિરાટ કોહલી અનુષ્કા સાથે પહોંચશે બેંગલુરૂ, 15 જૂને થશે અગ્નિ પરીક્ષા

 વિરાટ કોહલી અનુષ્કા સાથે પહોંચશે બેંગલુરૂ, 15 જૂને થશે અગ્નિ પરીક્ષા

બેંગલુરૂઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો ફિટનેસ ટેસ્ટ 15 જૂને થવાનો છે, જે માટે તે પત્ની અનુષ્કા સાથે બેંગલુરૂ માટે રવાના થઈ ગયો છે. વિરાટ અને અનુષ્કાની જોડી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. 

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ડોકમાં ઈજાને કારણે તેની ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારીને ઝટકો લાગ્યો છે અને તે ઈંગ્લિશ કાઉન્ટી સર્કિટમાં રમી શકશે નહીં. 

ઈંગ્લેન્ડના પ્રવાસ માટે કોહલીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી
કોહલીના આ ફિટનેસ ટેસ્ટ બાદ બ્રિટનના પ્રવાસમાં સીમિત ઓવરોના શરૂઆતી ચરણમાં તેની ઉપલબ્ધતાની પુષ્ટિ થઈ જશે. આ પ્રવાસની શરૂઆત જૂનના અંતિમ સપ્તાહમાં આયર્લેન્ડ વિરુદ્ધ બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સાથે થશે. આ ફિટનેસ ટેસ્ટ કોહલી માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે. 

મહત્વનું છે કે કોહલી આ ટેસ્ટ માટે તૈયાર થવા માટે ખૂબ મહેનત કરી રહ્યો હતો. 2014માં વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડ પ્રવાસ ખરાબ રહ્યો હતો, પરંતુ આ વખતે તે રેકોર્ડ સુધારવા માટે ઉત્સુક છે. 1 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા આયર્લેન્ડની સાથે બે ટી-20, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 3 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે. 

યોયો ટેસ્ટમાં ફેલ થયા શમી અને સંજૂ સૈમસન
તમને જણાવી દઈએ કે, આ પહેલા ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં યો-યો ટેસ્ટમાં ફેલ થઈ ગયો. આ કારણે તેણે અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું છે. આ સિવાય યો-યો ટેસ્ટમાં ફેલ થવાને કારણે યુવા સંજૂ સેમસન પણ ઈંગ્લેન્ડ જનારી ઈન્ડિયા-એ  ટીમમાંથી બહાર થઈ ગયો છે. 

યો-યો ટેસ્ટમાં અત્યાર સુધી બેસ્ટ સાબિત થયા પંડ્યા-નાયર
ભારતીય ટીમે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે યો-યો ટેસ્ટને માપદંડ બનાવ્યો છે જે ખેલાડીઓની સહનશક્તિ અને ફિટનેસનું વિશ્લેષણ કરે છે. ભારતની સીનિયર અને એ ટીમ માટે હાલનો માપદંડ 16.1 છે. બીસીસીઆઈ અનુસાર કરૂણ નાયર અને હાર્દિક પંડ્યા યો-યો ટેસ્ટમાં દે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડી હતી જેનો સ્કોર 18થી વધુ હતો. 

શું કોહલી કરી શકશે ફિટનેસ ટેસ્ટ પાસ? 
હવે જોવાનું છે કે, 15 તારીખે થનારા ફિટનેસ ટેસ્ટમાં વિરાટ કોહલી પાસ થશે કે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જણાવે છે કે કોહલીએ ખૂબ મહેનત કરી છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમ દ્વારા રમાયેલા કુલ 95 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી તે 76માં ટીમનો ભાગ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 25 ટેસ્ટ, 37 વનડે અને 14 ટી20 મેચ રમી છે. 

છેલ્લા એક વર્ષમાં તો કોહલી ભારતીય ટીમ દ્વારા રમાયેલી તમામ 9 ટેસ્ટ મેચ રમ્યો છે. આ દરમિયાન તે 29 વનડે રમ્યો. આ સાથે આ દરમિયાન સૌથી વધુ મેચ રમવાના મામલે માત્ર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પાછળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news