RCB vs PBKS: બેંગલુરૂમાં કોહલી-કોહલી! T20 ક્રિકેટમાં બનાવી દીધો આ ઐતિહાસિક રેકોર્ડ

Virat Kohli: વિરાટ કોહલીએ બેટથી પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં શાનદાર 77 રન ફટકાર્યા હતા. કોહલીએ અડધી સદીની સાથે ટી20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે.

RCB vs PBKS: બેંગલુરૂમાં કોહલી-કોહલી! T20 ક્રિકેટમાં બનાવી દીધો આ ઐતિહાસિક રેકોર્ડ

Virat Kohli: આજે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ છે. આ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે હોળી પર કોઈ મેચ રમાઈ રહી છે. આ ખાસ દિવસે વિરાટ કોહલીના બેટથી એક ખાસ ઈનિંગ જોવા મળી છે. તેણે ટી020 ક્રિકેટમાં ખાસ રેકોર્ડ બનાવી દીધો છે.

વિરાટે ટી20 ક્રિકેટમાં બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
વિરાટ કોહલીએ બેટથી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં કમાલ કર્યો છે. વિરાટ કોહલીએ 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ટી20 ક્રિકેટમાં વિરાટનો 100મો 50+ સ્કોર છે. આ સાથે તે ટી20 ક્રિકેટમાં 100 5o+ રનની ઈનિંગ રમનાર વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. વિરાટ કોહલી પહેલા આ કારનામુ ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નર કરી ચૂક્યા છે. 

T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 50+ રન
ક્રિસ ગેલ - 110 વખત
ડેવિડ વોર્નર - 109 વખત
વિરાટ કોહલી - 100 વખત
બાબર આઝમ - 98 વખત

ડેવિડ વોર્નરનો આ રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ 7 ચોગ્ગા ફટકારતા આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટરોના લિસ્ટમાં ડેવિડ વોર્નરથી આગળ નિકળી ગયો છે. ડેવિડ વોર્નર 649 ચોગ્ગાની સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે. પરંતુ હવે વિરાટ કોહલી 650+ ચોગ્ગાની સાથે બીજા સ્થાને આવી ગયો છે. તો શિખર ધવન 759 ચોગ્ગાની સાથે પ્રથમ સ્થાને છે.

આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ખેલાડી
શિખર ધવન- 759 ચોગ્ગા
વિરાટ કોહલી- 650+ ચોગ્ગા
ડેવિડ વોર્નર- 649 ચોગ્ગા
રોહિત શર્મા- 561 ચોગ્ગા
સુરેશ રૈના- 506 ચોગ્ગા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news