ગુજરાત માટે ધુળેટી રહી ભારે, રાજ્યમાં દિવસે ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોના મોત

રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબી જવાની કેટલીક ઘટનાઓ બની છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ડૂબી જવાને કારણે કુલ 13 લોકોના મોત થયા છે.
 

ગુજરાત માટે ધુળેટી રહી ભારે, રાજ્યમાં દિવસે ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોના મોત

અમદાવાદઃ ગુજરાત માટે ધુળેટીનો તહેવાર ભારે રહ્યો છે. ધુળેટીના પર્વ વચ્ચે રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં ડૂબી જવાની કુલ આઠ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગર, ખેડા, કલોલ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને આણંદમાં ડૂબી જવાના બનાવ્યો સામે આવ્યા છે.

રાજ્યમાં કુલ 13 લોકોના મોત
ગુજરાત સહિત દેશભરમાં આજે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને રંગો ઉડાવી આ રંગના પર્વની ઉજવણી કરી હતી. રંગોના તહેવાર બાદ કેટલાક લોકો નદી કે તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન રાજ્યમાં ડૂબી જવાની કુલ 8 ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન 13 લોકોના મોત થયા છે. 

રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13નાં મોત
ભાવનગરમાં ચેકડેમમાં ડૂબી જતાં 3 યુવાનનાં મોત
ખેડાના વડતાલમાં તળાવમાં ડૂબતાં 3નાં મોત
કલોલના રાચરડા પાસે 5 લોકો કેનાલમાં ડૂબ્યા, 2નાં મોત
બનાસકાંઠાઃ બાલારામ નદીમાં ડૂબતાં 2નાં મોત
મહીસાગરઃ વીરપુરમાં તળાવમાં ડૂબતાં એકનું મોત
ગાંધીનગરના અંબોડ પાસે નદીમાં 3 લોકો ડૂબ્યા, 1 મોત
આણંદના સામરખા પાસે કેનાલમાં ડૂબતાં યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લામાં બેના મોત
બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધુળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે. આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

ખેડા જિલ્લામાં પાંચ લોકો ડૂબ્યા
ખેડા જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હતા. ધુળેટીના તહેવારમાં ન્હાવા માટે પડેલા પાંચ લોકો ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે ત્રણ કિશોરોના મોત થયા છે. જ્યારે બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા. ધુળેટીની ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો તળાવમાં સ્નાન કરવા પહોંચ્યા હતા. '
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news