IPL 2021: વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સ, માત્ર બનાવવા પડશે 71 રન


ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 10,000 રન બનાવવાની નજીક છે અને તે 71 રન બનાવતાની સાથે જ આ આંકડાને સ્પર્શ કરી લેશે.
 

IPL 2021: વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સ, માત્ર બનાવવા પડશે 71 રન

નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 10,000 રન બનાવવાની નજીક છે અને તે 71 રન બનાવતાની સાથે જ આ આંકડાને સ્પર્શ કરી લેશે. ઉલ્લેખનીય છે કે ભારતનો કોઈપણ બેટ્સમેન અત્યાર સુધી ટી-29 ક્રિકેટમાં 10,000 રનના આંકડાને સ્પર્શ કરી શક્યો નથી.

કોહલીના નામે આ છે રેકોર્ડ:
રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુના કેપ્ટન કોહલીએ અત્યાર સુધી 311 ટી-20 મેચમાં 9929 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને 72 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન કોહલીની એવરેજ 41.71 અને સ્ટ્રાઈક રેટ 133.95ની રહી છે. કોહલી પછી મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. રોહિતના નામે અત્યાર સુધી 350 ટી-20 મેચમાં 32.12ની એવરેજથી 9315 રન છે. આ દરમિયાન તેણે 6 સદી અને 65 અર્ધસદી ફટકારી છે.

ક્રિસ ગેલના નામે સૌથી વધારે રન:
ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે બનાવવાનો રેકોર્ડ કેરેબિયન બેટસમેન ક્રિસ ગેલના નામે છે. ગેલે અત્યાર સુધી 444 ટી-20 મેચમાં 37.02ની એવરેજથી 14,219 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 22 સદી અને 87 અર્ધસદીનો સમાવેશ થાય છે.

બીજા કયા બેટ્સમેનો છે યાદીમાં:
વેસ્ટ ઈન્ડિઝનો કિરોન પોલાર્ડ 560 મેચમાં 11,133 રન બનાવીને આ યાદીમાં બીજા નંબરે છે. આ યાદીમાં ત્રીજા ક્રમે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શોએબ મલિક છે. તેણે અત્યાર સુધી 435 ટી-20 મેચમાં 10,802 રન બનાવ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 10,017 રનની સાથે ચોથા અને વિરાટ કોહલી પાંચમા ક્રમે છે.

આઈપીએલનો કિંગ છે વિરાટ કોહલી:
આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે અત્યાર સુધી 199 મેચમાં 37.97ની એવરેજથી 6076 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 40 અર્ધસદીનો સમાવેશ થાય છે. દિલ્લી કેપિટલ્સનો શિખર ધવન આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 184 મેચમાં 35.29ની એવરેજથી 5577 રન બનાવ્યા છે. તેના નામે બે સદી અને 44 અર્ધસદી છે. ત્રીજા નંબરે ચેન્નઈ સુપર કિંગ્સનો સુરેશ રૈના છે. જેણે 200 મેચમાં 33.07ની એવરેજથી 5491 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 39 અર્ધસદીનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news