Apple event iPhone 13 updates: iPhone 13, iPhone 13 Pro લોન્ચ, જૂની ડિઝાઇન, જાણો શું છે ખાસ ફીચર્સ

Apple iPhone 13 Launch Live: .આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં કંપની iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.

Apple event iPhone 13 updates: iPhone 13, iPhone 13 Pro લોન્ચ, જૂની ડિઝાઇન, જાણો શું છે ખાસ ફીચર્સ

ન્યૂયોર્કઃ Apple iPhone 13 Event Updates: આજે એપલની ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ છે. આઈફોન 13, એપલ વોચ, આઈપેડ સહિત અનેક વસ્તુઓ લોન્ચ કરવામાં આવી છે. ઇવેન્ટની શરૂઆત એક મ્યૂઝિક સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના સીઈઓ ટિમ કુક સ્ટેજ પર આવ્યા હતા. કંપનીએ આઈફોન 13, આઈફોન 13 પ્રો, આઈપેડ, આઈપેડ મિની અને એપલ વોચ લોન્ચ કરી છે. 

iPhone 13 Pro ને ગેમિંગ માટે સારો બનાવવામાં આવ્યો છે
આ વખતે કંપનીએ ગેમિંગ પર ખાસ રીતે ફોકસ રાખ્યું છે. ડિસ્પ્લેથી લઈને પ્રોસેસર સુધીમાં કંપનીએ ગેમિંગને ધ્યાનમાં રાખીને ખાસ રાખ્યું છે, જેથી સારા ગેમિંગનો અનુભવ કરી શકાય.

1000 નિટ્સની ડિસ્પ્લે બ્રાઇટનેસ
iPhone 13 Pro માં પ્રો મોશન ડિસ્પ્લે આપવામાં આવી છે, તેમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. પરંતુ પ્રો મોશન માત્ર એક નામ છે, ડિસ્પ્લે પેનલ માટે કંપનીએ ઓલેડ જ યૂઝ કર્યું છે.

આઈફોનની કિંમત

Open Photo

iPhone 13 Pro ની કિંમત 999 ડોલરથી શરૂ
iPhone 13 Pro ની કિંમત 1099 ડોલરથી શરૂ થાય છે. તેનું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આજે ટોટલ ચાર નવા આઈફોન લોન્ચ કરવામાં આવ્યા છે. 

iPhone 13 Pro માં એક દિવસની બેટરી લાઇફ
પાછલા જનરેશનના આઇફોનના મુકાબલે આ આઇફોનમાં વધુ બેટરી બેકઅપ મળશે. કંપની પ્રમાણે  iPhone 13 Pro ને ફુલ ચાર્જ કરવાથી એક દિવસ ચલાવી શકાય છે. કેટલા પાવરની બેટરી છે તેની માહિતી કંપનીએ આપી નથી. પહેલા પણ તે જણાવવામાં આવતું નહતું. 

ફિલ્મ કેનેરાને રિપ્લેસ કરી લેશે iPhone 13 Pro?
એપલ ઇવેન્ટમાં કહેવામાં આવ્યું કે આવનારા સમયમાં ફિલ્મ મેકર્સ iPhone 13 Pro થી ફિલ્મ બનાવશે. મજાકથી હટીને, આવુ શક્ય નથી. પરંતુ નાના-નાના ફિલ્મ મેકર્સ માટે આ સારો વિકલ્પ હોઈ શકે છે.

iPhone 13 Proમાં વીડિયો માટે પ્રોફેશનલ ફીચર્સ
iPhone 13 Pro નો પ્રો ગ્રેડ વીડિયો રેકોર્ડ કરવા લાયક બનાવવામાં આવ્યો છે. 
 

iPhone 13 માં iPhone 12 થી સારો કેમેરો
મહત્વનું છે કે નવા આઇફોનમાં કેમેરો પાછલા મોડલ કરતા સારો હશે. 

iPhone 13 ના કેમેરા ફીચર્સ

iPhone 13 માં સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે
આ વખતે કંપનીએ કેમેરામાં કંઈક નવું કર્યું છે અને સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. સબ્જેક્ટનું ફોકસ વીડિયો દરમિયાન ચેન્જ કરી શકો છો અને તેના દ્વારા જોલ્બી વિઝનમાં રેકોર્ડ કરી શકો છો.

આટલું ફાસ્ટ હશે iPhone 13નું પ્રોસેસર

iPhone 13 માં A15 Bionic ચિપસેટ અને ઓલેડ ડિસ્પ્લે
નવા આઇફોનમાં નવુ પ્રોસેસર આપવામાં આવ્યું છે અને પહેલાથી વધુ ડિસ્પ્લે બ્રાઇટનેસ છે. 

iPhone 13 લોન્ચ, ડિઝાઇન જૂની
જૂની ડિઝાઇન સાથે કંપનીએ iPhone 13 લોન્ચ કરી દીધો છે. 

એપલ વોસ સિરીઝ 7ની કિંમત
Apple વોચ સિરીઝ 3 અને વોચ SE ને લાઇનઅપમાં રાખવામાં આવી છે.  Apple વોચ સિરીઝ 7 ની કિંમત $ 399 (29,380.68 રૂપિયાથી) શરૂ થશે.

Apple Watch Series 7 ની ખાસિયતો
Apple વોચ સિરીઝ 7માં નવી ડિસ્પ્લે મળે છે. તેની બોર્ડર 40 ટકાથી વધુ પાતળી છે. આ રિડિઝાઇન કરવામાં આવેલા બટન અને એક નવી ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન વધુ ટેક્સ્ટ જોવા મળી શકે છે. સિરીઝ 7માં મોટી સ્ક્રીનને કારણે ફુલ કીબોર્ડને સપોર્ટ કરે છે. 

Apple Watch Series 7 થઈ લોન્ચ
Apple Watch Series 7 ની જાહેરાત કરી દેવામાં આવી છે.

iPad મિનીનો કેમેરો
Apple iPad મિનીનો રિયર કેમેરો12MP નો છે જે 4K માં રેકોર્ડ કરવાની ક્ષમતા રાખે છે. તેમાં 12MP નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે જે નવા iPad પર જોવામાં આવ્યો છે. તેમાં સ્ટીરિયોની સાથે એક નવી સ્પીકર સિસ્ટમ પણ છે. આ બીજી પેઢીના આઈપેડ મિનીને પણ સપોર્ટ કરે છે. 

iPad mini માં આ છે ખાસ
તેમાં ટોપ બટનના ભાગના રૂપમાં ટચ આઈટીની સાથે 8.3 ઇંચની સ્ક્રીન છે. એપલની પાછલી પેઢીના  iPad મિનીની તુલનામાં CPU પ્રદર્શનમાં 40% ના ઉછાળ અને GPU ના પ્રદર્શનમાં પણ ભારે ઉછાળનું વચન આપવામાં આવ્યું છે. તે A13 બાયોનિક ચિપસેટ પર પણ ચાલે છે. iPad મિનીમાં  USB-C પોર્ટ છે. તમે તેને તમારા કેમેરા, લેપટોપ, કોઈ અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકો છો. તે 5G ને પણ સપોર્ટ કરે છે. 

આવો હશે નવો iPad 2021
Apple નું iPad 2021 લેટેસ્ટ A13 બાયોનિક ચિપસેટથી ચાલે છે. તેના નીચે તરફ એક બટન પણ છે. આઈપેડમાં 122 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂની સાથે 12MP નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. ફ્રંટ કેમેરો એક નવો સેન્ટર સ્ટેજ ફીચરની સાથે છે જે કોલને વધુ નેચરલ બનાવી દેશે અને ઓટોમેટિક રીતે બીજા યૂઝરની જાણકારી મેળવી લેશે. આ ફર્સ્ટ જનરેશનની એપલ પેન્સિલને સપોર્ટ કરશે. તે  iPadOS 15 ની સાથે શિપ હશે. 

નવુ આઈપેડ લોન્ચ
ટિમ કુકે એક નવો આઈપેડ લોન્ચ કર્યો.

મ્યૂઝિક વીડિયોથી શરૂઆત
ઇવેન્ટની શરૂઆત એક નાના મ્યૂઝિક વીડિયોથી થઈ છે. ત્યારબાદ ટિમ કુક મંચ પર આવે છે અને સૌથી પહેલા Apple TV+ ની વાત કરે છે. 

Apple iPhone 13 ની લોન્ચિંગ ઇવેન્ટ શરૂ
Apple iPhone 13 ની લોન્ચિંગ ઇવેન્ટ શરૂ થઈ ચુકી છે. આજે નવા સ્માર્ટફોનમાં ચાર મોડલ લોન્ચ થશે.

આઈફોન 13 સિરીઝમાં 4 મોડલ થઈ શકે છે લોન્ચ
કંપની આઈફોન 13 સિરીઝમાં 4 મોડલ લોન્ચ કરી શકે છે. જેમાં આઈફોન 13, આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ સામેલ છે. 

આઈફોન 13 સિરીઝના ઘણા ફીચર્સ આવ્યા સામે
મીડિયાના અહેવાલ પ્રમાણે આઈફોન 13 સિરીઝના લેટેસ્ટ મોડલ આઈફોન 13 પ્રો, આઈફોન 13 પ્રો મેક્સમાં 4 સ્ટોરેજ ઓપ્શન વિકલ્પ મળી શકે છે. તેમાં 128GB, 256GB, 512GB અને 1TB સામેલ છે. મહત્વનું છે કે આઈફોનમાં મેમરી કાર્ડ લગાવવાનો વિકલ્પ મળતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news