પહેલીવાર સામે આવ્યો વિરાટ કોહલી અને અનુષ્કાની દીકરી વામિકાનો ચહેરો! વાયરલ થયો ફોટો

Updated By: Dec 7, 2021, 02:34 PM IST
પહેલીવાર સામે આવ્યો વિરાટ કોહલી અને અનુષ્કાની દીકરી વામિકાનો ચહેરો! વાયરલ થયો ફોટો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પુત્રી વામિકા સાથેની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમના ચહેરાના હાવભાવ દરેકના દિલને ખુશ કરે છે. વિરાટે આ પહેલા ક્યારેય પોતાની દીકરીનો ચહેરો નથી બતાવ્યો. જેના કારણે આ તસવીર ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. ચાલો એક નજર કરીએ વામિકાના ક્યૂટ ફોટોઝ પર.

No description available.વિરાટ અને અનુષ્કા હંમેશા તેની પુત્રી વામિકાના ચહેરાને છુપાવતા હતા-
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હંમેશા પોતાની દીકરી વામિકાના ચહેરાને તસવીરોમાં છુપાવે છે.

No description available.વામિકાની ક્યુટનેસ જોવા લોકો બેચેન થયા હતા-
વામિકા કેવી દેખાય છે તે જાણવા ચાહકો હંમેશા બેચેન રહેતા હતા. વામિકા તેના માતા-પિતા જેટલી જ સુંદર છે. તેની ક્યૂટનેસએ બધાના દિલ જીતી લીધા છે.

No description available.વિરાટ કોહલી ફ્રિ ટાઇમમાં વામિકા સાથે ઘણું રમે છે-
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તેના ફ્રિ સમયમાં તેની પુત્રી વામિકા સાથે ઘણું રમે છે.

No description available.

અનુષ્કાએ વામિકા માટે કામમાંથી બ્રેક લીધો-
અભિનેત્રી અનુષ્કા શર્માએ વામિકા માટે કામમાંથી બ્રેક લીધો છે. ત્યારે, દર્શકો તેને ફરીથી મોટા પડદા પર જોવા આતુર છે.