વિરાટ કોહલીએ દેખાડ્યું પોતાનું વોટર આઈડી કાર્ડ, કહ્યું- 12 મેએ કરીશ મતદાન

વિરાટ કોહલી હવે મતદાન કરી શકશે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાની વોટર આઈડી શેર કરી છે. 30 વર્ષના કોહલીએ લખ્યું કે, 12 મેએ ગુરૂગ્રામમાં મતદાન કરવા માટે તૈયાર છે, શું તમે પણ તૈયાર છો. 
 

વિરાટ કોહલીએ દેખાડ્યું પોતાનું વોટર આઈડી કાર્ડ, કહ્યું- 12 મેએ કરીશ મતદાન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મતદાન કરશે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાની વોટર આઈડી શેર કરી છે. 30 વર્ષના કોહલીએ લખ્યું કે 12 મેએ ગુરૂગ્રામમાં મતદાન કરવા માટે તૈયાર છું, શું તમે પણ તૈયાર છો. 

આ વોટર આઈડી પર વિરાટ કોહલી સાથે જોડાયેલી જાણકારી નોંધાયેલી છે. વોટર આઈડી પર પિતાનું નામ અને સરનામું જોઈ શકાય છે. વિરાટ ગુરૂગ્રામનો વોટર છે. કેટલાક સમય પહેલા તે દિલ્હીથી ગુરૂગ્રામ (હરિયાણા) શિફ્ટ થઈ ગયો હતો. પરંતુ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ તે મુંબઈમાં રહેવા લાગ્યો છે. 

નોંધનીય છે કે તે અનુષ્કાની સાથે મુંબઈથી મતદાન કરવા ઈચ્છતો હતો. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે વિરાટ મુંબઈના વર્લીથી મતદાન કરવા માગતો હતો. તેણે 30 માર્ચ સુધી અરજી કરવાની હતી, પરંતુ નિર્ધારિત સમયગાળા દરમિયાન તે ઔપચારિકતા પૂરી નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 29 મેએ મતદાન છે. તેવામાં માનવામાં આવી રહ્યું હતું કે, વિરાટ મતદાન કરી શકશે નહીં. 

Virat insta post on Voter Id

શું છે પૂરો મામલો
વિરાટ કોહલી મુંબઈથી મતદાન કરવા ઈચ્છતો હતો, જ્યાંથી તેની પત્ની અનુષ્કા શર્મા પણ મત આપે છે. વિરાટ કોહલી ઓનલાઇન પ્રક્રિયાના માધ્યમથી વોટ આપવા માટે અરજી કરી. પરંતુ તેમાં એક વિઘ્ન આવ્યું કે, વિરાટ કોહલીએ અરજી કરવામાં મોડુ કરી દીધું હતું. 30 માર્ચે મતદાર યાદીમાં જે મતદાતાઓનું ચૂંટણી કાર્ય કે નામ નહતું તેના માટે અરજી કરવાનો અંતિમ દિવસ હતો. પરંતુ વિરાટ કોહલીએ 7 એપ્રિલે અરજી કરી હતી, જેથી અરજી કરવામાં મોડું થઈ ગયું હતું. 

— Chowkidar Narendra Modi (@narendramodi) March 13, 2019

ચૂંટણી પંચના કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું, વિરાટ કોહલીની અરજી મળી ગઈ છે. પરંતુ અમે તેને પેન્ડિંગ રાખી છે. તે વર્તમાન લોકસભા ચૂંટણી માટે મતદાન કરી શકશે નહીં, કારણ કે સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેથી અમે તેની અરજી હોલ્ડ પર રાખી છે. આગામી ચૂંટણી માટે તેની અરજી પર વિચાર કરવામાં આવશે. અધિકારીએ કહ્યું, વિરાટ મુંબઈમાં પોતાના નિવાસ વર્લીથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા ઈચ્છતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news