IND VS ENG: ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના 3 ખેલાડી ઇજાગ્રસ્ત, હવે Washington Sundar સિરીઝીથી થયો બહાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 4 ઓગસ્ટથી યુકેની ધરતી પર 5 મેચની હાઇ પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ રમાવાની છે, પરંતુ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાની (Team India) મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી

IND VS ENG: ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના 3 ખેલાડી ઇજાગ્રસ્ત, હવે Washington Sundar સિરીઝીથી થયો બહાર

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 4 ઓગસ્ટથી યુકેની ધરતી પર 5 મેચની હાઇ પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ રમાવાની છે, પરંતુ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાની (Team India) મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. શુબમન ગિલ પહેલેથી જ ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તેના ઉપરાંત વધુ 2 ખેલાડીઓ ઘાયલ થયા છે.

આ 3 ખેલાડીઓ ઇંગ્લેન્ડની સિરીઝમાંથી બહાર
ભારતના ઓપનર શુબમેન ગિલને (Shubman Gill) શિનમાં (ઘૂંટણની નીચે પગના આગળના ભાગને) ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તે ભારત પાછો ફર્યો છે. જે બાદ સ્ટેન્ડબાય ઝડપી બોલર આવેશ ખાન પણ પ્રેક્ટિસ મેચમાં આંગળીઓને ઈજા થવાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

હવે ટીમ ઈન્ડિયા માટે બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) પણ ઘાયલ થયો છે. જેના કારણે તે ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.

— Venkata Krishna B (@venkatatweets) July 22, 2021

વોશિંગ્ટન સુંદર પણ થયો ઘાયલ
ખરેખર વોશિંગ્ટન સુંદરને (Washington Sundar) થોડા સમય માટે તેની આંગળીમાં તકલીફ હતી. જ્યારે પ્રેક્ટિસ મેચની પહેલી ઇનિંગ્સમાં તે બેટિંગ કરવા આવ્યો ત્યારે સમસ્યા વધુ વિકટ બની હતી. સુંદર એક અઠવાડિયામાં આવેશ ખાન સાથે ભારત માટે ઉડાન ભરશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે પણ કેટલીક સમસ્યાઓના કારણે આ પ્રેક્ટિસ મેચમાં રમી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news