Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ-અલગ લાઇટ

Electra Stumps In Big Bash League: બિગ બેશ લીગમાં નવા પ્રકારના સ્ટમ્પ દેખાયા છે. આ સ્ટમ્પમાં વિવિધ પ્રસંગોએ વિવિધ પ્રકારની લાઇટો દેખાશે.

Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ-અલગ લાઇટ

Electra Stumps Video: ક્રિકેટમાં નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી થઇ ગઇ છે. આ નવા સ્ટમ્પ ઓસ્ટ્રેલિયાની T20 લીગ 'બિગ બેશ લીગ'માં જોવા મળ્યા છે. જેને ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટમ્પ્સની ખાસિયત એ છે કે તે ચોગ્ગા અને છગ્ગાથી લઈને નો બોલ સુધી દરેક કેસમાં અલગ-અલગ રંગ બતાવશે. આ બધા રંગો પણ ખૂબ આકર્ષક લાગે છે.

આજે (22 ડિસેમ્બર) બિગ બેશ લીગ મેચ પહેલા, માર્ક વો અને માઈકલ વોને આ સ્ટમ્પ્સ વિશે વિગતવાર સમજાવ્યું હતું. માઈકલ વોને કહ્યું કે આ સ્ટમ્પનો ઉપયોગ મહિલા બિગ બેશમાં કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તેનો ઉપયોગ પુરૂષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. આ પછી માર્ક વોએ આ સ્ટમ્પની ખાસિયતો સમજાવી.

વિકેટ: કોઇપણ ખેલાડી આઉટ થાય છે, પછી ભલે તે કોઇપણ પ્રકારે આઉટ થાય છે તો આ સ્ટમ્પ્સમાં લાલ લાઇટની સાથે આગ જેવી જ્વાળાઓનો રંગ જોવા મળશે. 
ચોગ્ગો: બેટ વડે બોલ બાઉન્ટ્રીને ટચ કરશે તો આ સ્ટમ્પ્સમાં અલગ-અલગ પ્રકારની લાઇટ ફટાફટ બદલાશે.  
સિક્સર: જ્યારે બોલ બેટ વડે નિકળીને સીધા બાઉન્ટ્રી બહાર પહોંચશે તો આ સ્ટમ્પ્સમાં અલગ અલગ કલર સ્ક્રોલ થતા જોવા મળશે. 
નો બોલ: એમ્પાયરના નો બોલના ઇશારા પર આ સ્ટમ્પ્સ લાલ અને સફેદ રંગની લાઇટ સ્ક્રોલ થતી દેખાશે. 
ઓવર વચ્ચે: એક ઓવર પુરી થતાં અને બીજી ઓવર શરૂ થવા વચ્ચે સ્ટમ્પ્સ પર પર્પલ અને વાદળી રંગની લાઇટ ચાલુ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news