38 વર્ષની ક્રિકેટર મિતાલી રાજે અત્યાર સુધી કેમ નથી કર્યા લગ્ન? આ છે તેમનો 'પ્રથમ પ્રેમ'

ભારતમાં ક્રિકેટને ધર્મ ગણવામાંઆવે છે. ફેન્સ ક્રિકેટર્સને ભગવાનનો દરજજ્જો આપે છે. ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને વન્ડે ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ ભારતની સાથે સાથે આખી દુનિયામાં ફેમસ છે. તેમના નામે હજારો રેકોર્ડ છે. તેમણે ભારતીઅ મહિલા ક્રિકેટના સચિન તેંડુલકર કહેવામાં આવે છે. તાજેતરમાં જ તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે અત્યાર સુધી કેમ લગ્ન કર્યા નથી. 
38 વર્ષની ક્રિકેટર મિતાલી રાજે અત્યાર સુધી કેમ નથી કર્યા લગ્ન? આ છે તેમનો 'પ્રથમ પ્રેમ'

નવી દિલ્હી: ભારતમાં ક્રિકેટને ધર્મ ગણવામાંઆવે છે. ફેન્સ ક્રિકેટર્સને ભગવાનનો દરજજ્જો આપે છે. ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને વન્ડે ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ ભારતની સાથે સાથે આખી દુનિયામાં ફેમસ છે. તેમના નામે હજારો રેકોર્ડ છે. તેમણે ભારતીઅ મહિલા ક્રિકેટના સચિન તેંડુલકર કહેવામાં આવે છે. તાજેતરમાં જ તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે અત્યાર સુધી કેમ લગ્ન કર્યા નથી. 

ક્રિકેટ નહી આ છે પ્રથમ પ્રેમ
ભારતીય સ્ટાર બેટ્સમેન મિતાલી રાજે પોતાની રમત વડે પોતાનું અને દેશનું નામ ઉંચું કર્યું છે. પરંતુ સ્પોર્ટ્સ તેમનો પ્રથમ પ્રેમ નથી. મિતાલી રાજ પોતાના પિતાજી જીદ પર ક્રિકેટર બની હતી. તેમણે ડાન્સ કરવો સારો લાગતો હતો. બાળપણથી જ તે ડાન્સર બનવા માંગતી હતી. તે ભરતનાટ્યમમાં ટ્રેનિંગ પણ લઇ ચૂકી છે. મિતાલીના ભાઇ અને પપ્પા પણ પૂર્વ ક્રિકેટર રહી ચૂકા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mithali Raj (@mithaliraj)

લગ્ન ના કરવાનું જણાવ્યું કારણ
ત્રણ ડિસેમ્બર 1982 ના રોજ રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલી રાજે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. આટલી ઉંમર થઇ ગઇ હોવાછતાં તેમના લગ્ન ન કરવાનું કારણ પણ ખાસ છે. 'મિડ ડે' ને આપેલા ઇન્ટરવ્યુંમાં મિતાલીએ આ રાજ ખોલ્યું હતું. તેમણે કહ્યું કે 'ઘણા સમય પહેલાં, જ્યારે હું નાની હતી ત્યારે આ વિચાર મારા મગજમાં આવ્યો હતો, પરંતુ હવે જ્યારે હું પરણિત લોકોને જોવું છું ત્યારે મારા મગજમાં વિચાર આવતો નથી. હું સિંગલ રહીને ખૂબ ખુશ છું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mithali Raj (@mithaliraj)

વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
મિતાલી રાજે 1999 માં આયરલેંડના વિરૂદ્ધ મેચથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેમનું બેટ રન બનાવતું રહ્યું છે. તે પહેલી મહિલા ખેલાડી છે જેમણે વનડે ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવ્યા છે. તેમના નામે વનડે ક્રિકેટમાં 7 સદી ફટકારી છે. તો બીજી તરફ ટી20 ક્રિકેટમાં 2364 રન બનાવ્યા છે. તે ખૂબ જ ક્લાસિક બેટ્સમેન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news