World Cup 2019: ન્યૂઝીલેન્ડે વેસ્ટઇન્ડીઝને 5 રનથી હરાવ્યું
વર્લ્ડ કપના આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 5 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની આ ટૂર્નામેન્ટમાં 5મી જીત છે. આ મુકાબલો મેનચેસ્ટરમાં રમાવવામાં આવ્યો હતો. ત્યારે, આ હારની સાથે વેસ્ટઇન્ડીઝ ટીમની ટૂર્નામેન્ટની સેમીફાઇનલ સુધી પહોંચવાની આશા સમાપ્ત થઇ ગઇ છે.
Trending Photos
મેનચેસ્ટર: વર્લ્ડ કપના આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 5 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની આ ટૂર્નામેન્ટમાં 5મી જીત છે. આ મુકાબલો મેનચેસ્ટરમાં રમાવવામાં આવ્યો હતો. ત્યારે, આ હારની સાથે વેસ્ટઇન્ડીઝ ટીમની ટૂર્નામેન્ટની સેમીફાઇનલ સુધી પહોંચવાની આશા સમાપ્ત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી અને કેપ્ટન કેન વિલિયમસનની (148 રન) સદી સાથે 50 ઓવરમાં 8 વિકેટ પર 219 રન બનાવ્યા હતા. જ્યારે તેની સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 49 ઓવરમાં 286 જ રન બનાવી શકી હતી.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી કાર્લોસ બ્રેથવેટે સદી ફટકારી હતી પરંતુ તેની આ સદી ટીમને જીત અપાવી શકી નહીં. જો કે, ક્રિસ ગેલે 87 રન અને હેટમાયરે 54 રનની પારી રમી ટીમને પ્રારંભિક આંચકામાંથી બહાર લાવવામાં આવી હતી. તે પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન વિલિયમસને શાનદાર બેટિંગ કરી 148 રન અને રોસ ટેલર 69 રન સાથે વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ કરતા પહેલા બેટિંગ કરવાનો ચાન્સ મળતા ન્યૂઝીલેન્ડનું શરૂઆતમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
વધુમાં વાંચો:- વર્લ્ડકપ 2019 INDvsAFG: શમીની હેટ્રિક, રોમાંચક મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું
જ્યારે શેલ્ડન કોટ્રેલે તેની પ્રથમ ઓવરમાં જ કોલિન મુનરો અને માર્ટિન ગપ્ટિલની વિકેટ લીધી હતી. આ બંને પ્લેયર શૂન્ય રન પર આઉટ થઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ વિલિયમસન અને રોસ ટેલરએ ત્રીજી વિકેટ માટે 165 રનની ભાગીદારી શરૂઆતના આંચકાથી બહાર લાવવા એક મોટા સ્કોરનો આધાર રાખ્યો હતો. આ સ્કોરને એક બાજુથી કેપ્ટન વિલિયમસને સતત આગળ વધારવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. જો કે, જેમ્સ નીશમે 23 બોલ પર 28 રન બનાવી આ સ્કોરમાં ઉપયોગી યોગદાન આપ્યું હતું. જેથી ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ પર 291 રન બનાવી શકી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે