VIDEO: મેચમાં 'રોકસ્ટાર' દાદીમા ચારુલતા પટેલ બન્યાં આકર્ષણ, વિરાટ-રોહિત પણ આવ્યાં મળવા

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં.

VIDEO: મેચમાં 'રોકસ્ટાર' દાદીમા ચારુલતા પટેલ બન્યાં આકર્ષણ, વિરાટ-રોહિત પણ આવ્યાં મળવા

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં. 87 વર્ષના ચારુલતા પટેલ તિરંગો લહેરાવતા અને સીટી વગાડતા જોવા મળ્યાં હતાં. તેમનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ગેલમાં આવી ગયાં હતાં અને તેમણે આ દાદીમાને બીરદાવ્યા હતાં. 

A post shared by ICC (@icc) on

ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ આ મેચમાં 9 વિકેટે 314 રન કર્યા હતાં. આ દરમિયાન આ 87 વર્ષના દાદી વારંવાર જોવા મળ્યાં હતાં. તેમણે ANIને કહ્યું કે ભારત વિશ્વકપ જીતશે. હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે ભારત જીતે. હું ટીમને હંમેશા આશીર્વાદ આપું છું. આ બાજુ ક્રિકેટ પ્રશંસકોએ તેમને રોકસ્ટાર પણ ગણાવી દીધા. 

87 વર્ષે પણ આવો ગજબનો જુસ્સો અને ક્રિકેટ માટે પ્રેમ ધરાવતા દાદીમાને મળવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પહોંચી ગયા હતાં. તેમણે દાદીમાના આશીર્વાદ પણ લીધા. દાદીમાએ તેમને પ્રેમથી ચુમ્મી પણ ભરી લીધી હતી. 

Meet the #TeamIndia fan whose support is simply sensational 👏👏 #BANvIND | #CWC19 pic.twitter.com/4TaXCvSgzr

— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ આ મુલાકાતનો વીડિયો જારી કર્યો જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ચારુલતા પટેલ સાથે વાત કરી રહ્યાં હતાં. જો કે વીડિયોમાં તેઓ શું વાત કરે છે તે તો જાણવા ન મળ્યું પરંતુ તેમને ગળે મળતા અને આશીર્વાદ લેતા જોવા મળ્યાં. 

— Astitva Pandey (@AstitvaPandey_) July 2, 2019

આ બાજુ ટ્વીટર ઉપર પણ આ જબરદસ્ત ફેનને લઈને લોકો ખુબ ઉત્સાહિત જોવા મળ્યાં. એક યૂઝરે દાદીમાના વખાણ કરતા લખ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમે આગામી વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો આ જ રીતે જુસ્સો વધારો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. 

— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019

આ દાદીમાનો જુસ્સો  ખરેખર જોવા લાયક હતો. ભારતીય બેટ્સમેન જ્યારે ચોગ્ગા છગ્ગા મારતા હતાં ત્યારે તેઓ ટીમનો ખુબ જુસ્સો વધારતા જોવા મળ્યા હતાં. આઈસીસીએ વીડિયો બહાર પાડીને લખ્યું કે તમને આ પેશન જોઈને જરૂર સારું લાગશે. જેના પર એક યૂઝરે જવાબ આપ્યો કે આ મુમેન્ટ ઓફ ધ ડે છે. 87 વર્ષના દાદી રોકસ્ટાર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news