World Cup 2019: પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીનો થયો ડોપ ટેસ્ટ

ભારતીય ટીમ વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમીને કરશે. 

World Cup 2019: પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીનો થયો ડોપ ટેસ્ટ

સાઉથૈમ્પટનઃ ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ હજુ સુધી રમી નથી. આ પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ અને વર્લ્ડ નંબર વન બોલર જસપ્રીત બુમરાહનો ડોપિંગ ટેસ્ટ થયો છે. પાંચ જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી મેચ પહેલા જસપ્રીત બુમરાહનો ડોટ ટેસ્ટ થયો છે. 

સોમવારે જ્યારે ભારતીય ટીમ સાઉથૈમ્પટનમાં પ્રેક્ટિસ કરી રહી હતી તો ડોટ કંટ્રોલના એક અધિકારી જસપ્રીત બુમરાહનો ડોપિંગ ટેસ્ટ લેવા માટે આવ્યા હતા. તેમાં ચોંકવનારી વાત એટલે નથી કારણ કે નિયમો પ્રમાણે આઈસીસી ઈવેન્ટ (વિશ્વ કપ,ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી20 વર્લ્ડ કપ)માં ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીનો ડોપિંગ ટેસ્ટ કરી શકાય છે. પરંતુ આ વખતે બુમરાહનો ડોપ ટેસ્ટ થયો છે. 

મહત્વનું છે કે આ ટેસ્ટને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) કંડક્ટ કરે છે.આ ટેસ્ટમાં બે સેટ છે, જેમાં પ્રથમ યૂરિન ટેસ્ટ અને પછી તેના 45 મિનિટ બાદ બ્લડ ટેસ્ટ થાય છે. આવું જ બુમરાહ સાથે થયું છે. બીસીસીઆઈએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. પરંતુ હજુ તે વાતની ખાતરી થઈ નથી કે શું બીજા ભારતીય ખેલાડીનો ડોપ ટેસ્ટ થશે કે નહીં. 

ટીમ ઈન્ડિયાનો ટ્રંપ કાર્ડ છે બુમરાહ
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઇ રહેલા વિશ્વ કપ 2019માં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો છે. આઈસીસી વનડે બોલિંગ રેન્કિંગમાં નંબર વન બોલર જસપ્રીત બુમરાહે આઈપીએલ 2019માં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહ માટે આ પ્રથમ વિશ્વ કપ છે. જ્યારે આઈસીસીની ત્રીજી ઈવેન્ટમાં તે રમતો જોવા મળશે. આ પહેલા બુમરાહ 2016ના ટી20 વિશ્વકપ અને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news