PAKvsSL World Cup 2019: વરસાદને કારણે મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની 11મી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. ભારે વરસાદને કારણે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ કરી દેવામાં આવી છે. 

PAKvsSL World Cup 2019: વરસાદને કારણે મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

બ્રિસ્ટલઃ  આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2019માં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 11મી મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદ અને ગ્રાઉન્ડ પરની આઉટ ફીલ્ડને લીધે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ રદ્દ થતા બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કન્ટ્રી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ ખાતે ભારે વરસાદને કારણે ટોસ પણ શક્ય ન બન્યો હતો. ત્યારબાદ અમ્પાયર અને મેચ રેફરીએ ગ્રાઉન્ડનું નીરિક્ષણ કર્યાં બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે આ વિશ્વકપમાં પ્રથમ મેચ ધોવાઇ ગઈ છે. 

વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ સાત મેચ રમાઇ છે, અને તમામ મેચ પાકિસ્તાને કબજે કરી છે. આ સિવાય આ વખતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને બીજી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. તો શ્રીલંકાની ટીમ અફગાનિસ્તાન સામે સામાન્ય વિજય મેળવીને અહીં પહોંચી છે. 

બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 153 વનડે મેચ રમાઇ છે. પાકિસ્તાને 90 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાને 58માં જીત મળી છે. ચાર મેચોનું પરિણામ આવ્યું નથી અને એક મુકાબલો ટાઇ રહ્યો છે. બંન્ને ટીમ અત્યાર સુધી એક-એક વાર વિશ્વકપ જીતી ચુકી છે. પાકિસ્તાને 1992 તો શ્રીલંકાએ 1996માં ટ્રોફી કબજે કરી હતી. 

કેવું છે હવામાન અને પિચ
મેચ પહેલા બ્રિસ્ટલમાં વરસાદ થઈ રહ્યો હતો. આ પિચ પર બાદમાં બેટિંગ કરવી સરળ રહેશે. 17 મેચોમાં માત્ર સાત વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. છેલ્લી બે મેચમાં રન ચેઝ કરનારી ટીમનો વિજય થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news