સતત ત્રણ હારની અમારા પર અસર પડશે નહિઃ વિટોરી

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરી માને છે કે, આઈસીસી વિશ્વ કપમાં સતત ત્રણ હારથી તેની ટીમના સેમિફાઇનલમાં પ્રદર્શન પર વિપરીત અસર પડશે નહીં. 
 

સતત ત્રણ હારની અમારા પર અસર પડશે નહિઃ વિટોરી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરી માને છે કે, આઈસીસી વિશ્વ કપમાં સતત ત્રણ હારથી તેની ટીમના સેમિફાઇનલમાં પ્રદર્શન પર વિપરીત અસર પડશે નહીં. કીવી ટીમ સેમિફાઇનલમાં લગભગ પહોંચી ચુકી છે. તે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર રહી છે. આ ટીમે શરૂઆત તો ધમાકેદાર કરી હતી અને શરૂઆત છ મેચોમાંથી 5 મેચ જીતી હતી. તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ પરંતુ ત્યારબાદ ટીમે સતત ત્રણ મેચ ગુમાવી હતી. 

તેના ખાતામાં કુલ 11 પોઈન્ટ રહ્યાં છે. સારી નેટ રન રેટે તેને સેમિફાઇનલમાં પહોંચાડી દીધું છે. આઈસીસીની વેબસાઇટ પર લખેલી પોતાના કોલમમાં વિટોરીએ લખ્યું, 'ન્યૂઝીલેન્ડની દ્રષ્ટિએ સતત ત્રણ મેચ હારવી જે સારી વાત નથી પરંતુ તેનાથી મારી નજરમાં ટીમના આગળના પ્રદર્શન પર કોઈ વિપરીત અસર થશે નહીં. હું ટીમના કેટલાક ખેલાડીઓને જાણું છું અને મને વિશ્વાસ છે કે આ ટીમ જીતના પાટા પર પરત ફરી ટાઇટલ સુધી પહોંચશે.'

વિટોરીએ કહ્યું કે, કીવી ટીમમાં છ કે સાત ખેલાડી એવા છે, જે પોતાના દમ પર મેચ જીતાડી શકે છે અને તે સકારાત્મક વાત છે. વિટોરીએ કહ્યું, હું જે ખેલાડીઓને જાણું છું તેમાં છ કે સાત એવા છે, જે પોતાના દમ પર મેચમાં વિજય અપાવી શકે છે. આ ખુબ રસપ્રદ વાત છે. 

સેમિફાઇનલમાં કીવી ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે, જે લીગ ટોપર છે. તેને લઈને વિટોરીએ કહ્યું કે, હાલના દિવસોમાં કાંગારૂ વિરુદ્ધ તેની ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું છે અને તેનાથી તેને આત્મબળ મળશે. 

વિટોરીએ કહ્યું, હાલના દિવસોમાં અમારી ટીમનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારૂ રહ્યું છે. અમે આ ટીમ સાથે ઓલ્ડ ટ્રેફર્ડમાં ટકરાશું, જ્યાંની વિકેટ ઘણી સારી છે. અમારી ટીમ આત્મવિશ્વાસ સાથે રમશે અને જીતશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news