IND vs SL: વિરાટ કોહલીએ આઠમી વાર વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં બનાવ્યા 1000થી વધુ રન, તોડ્યો સચિનનો રેકોર્ડ

વિરાટ કોહલીએ વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે. વિરાટ કોહલીએ આઠમી વખત વનડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવ્યા છે, જ્યારે સચિને સાત વખત આ સિદ્ધિ મેળવી હતી. 
 

IND vs SL: વિરાટ કોહલીએ આઠમી વાર વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં બનાવ્યા 1000થી વધુ રન, તોડ્યો સચિનનો રેકોર્ડ

મુંબઈઃ ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ વિશ્વકપ મેચમાં અડધી સદી ફટકારી છે. આ દમદાર ઈનિંગની મદદથી કોહલીએ મહાન બેટર સચિન તેંડુલકરનો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ એક હજારથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી દીધો છે. ભારતના દિગ્ગજ સચિન તેંડુલકરે સાત વખત વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ શ્રીલંકા સામે આઠમાં વખત આ મુકામ હાસિલ કર્યો છે. 

કોહલીએ વર્ષ 2023માં હજાર રન પૂરા કર્યાં
વિરાટ કોહલીએ શ્રીલંકા સામે પોતાની ઈનિંગ દરમિયાન વર્ષ 2023માં વનડે ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા હતા. આ દમદાર ઈનિંગની મદદથી કોગલીએ મહાન બેટર સચિન તેંડુલકરના એક કેલેન્ડર યરમાં સૌથી વધુ વખત 1 હજારથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી દીધો છે. ભારતના દિગ્ગજ સચિન તેંડુલકરે સાત વખત વનડેમાં એક કેલેન્ડર યરમાં એક હજારથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ દરમિયાન આઠમી વખત આ મુકામ હાસિલ કર્યો છે. 

સચિન તેંડુલકરે 1994, 1996-98, 2000, 2003 અને 2007માં એક કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં 1 હજારથી વધુ રન બનાવ્યા હતા. સચિને સાત વખત આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિરાટ કોહલીએ 2011-14, 2017-2019 અને પછી 2023માં આ મુકામ હાસિલ કર્યો છે. તેણે આઠ વખત એક કેલેન્ડર વર્ષમાં 1 હજારથી વધુ રન બનાવી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 

વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલામાં વિરાટ કોહલીએ રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. વિશ્વકપમાં સૌથી વધુ 50 કે તેનાથી વધુનો સ્કોર બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, તેણે 21 વખત 50 કે તેનાથી વધનો સ્કોર બનાવ્યો છે. બીજા નંબર પર વિરાટ કોહલી પહોંચી ગયો છે. તેણે 13 વખત આ સિદ્ધિ મેળવી છે. રોહિતે 12 વખત 50+નો સ્કોર બનાવ્યો છે. ચોથા નંબર પર શ્રીલંકન દિગ્ગજ કુમાર સાંગાકારા (12) છે. શાકિબે 12 વખત અને રિકી પોન્ટિંગે 11 વખત વિશ્વકપમાં 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. 

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત 1000+ વનડે રન બનાવનાર બેટર
8- વિરાટ કોહલી (2011-14, 2017-19, 2023)*
7- સચિન તેંડુલકર (1994, 1996-98, 2000, 2003, 2007)

વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર
21- સચિન તેંડુલકર
13- વિરાટ કોહલી
12- રોહિત શર્મા
12- કુમાર સાંગાકારા
12- શાકિબ અલ હસન
11- રિકી પોન્ટિંગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news