IND vs SA: ઈતિહાસ રચવા ઉતરશે રિષભ પંત, ભારત-આફ્રિકા વચ્ચે આજે નિર્ણાયક ટી20

પાંચ મેચની સિરીઝનો અંતિમ મુકાબલો આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાનો છે. ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝ 2-2થી બરોબર છે. તેવામાં આ અંતિમ મેચ રોમાંચક બની શકે છે. 
 

IND vs SA: ઈતિહાસ રચવા ઉતરશે રિષભ પંત, ભારત-આફ્રિકા વચ્ચે આજે નિર્ણાયક ટી20

બેંગલુરૂઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રવિવારે ટી20 સિરીઝના પાંચમા અને નિર્ણાયક મુકાબલામાં ભારીય યુવા ટીમ એક યુનિટના રૂપમાં સારૂ પ્રદર્શન કરી શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતે આઠ દિવસમાં ચાર મેચ રમી છે અને પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતે ત્રીજા મુકાબલામાં 48 રન અને ચોથા મુકાબલામાં 82 રને જીત મેળવી હતી. ભારતે અત્યાર સુધી ક્યારેય ઘરઆંગણે આફ્રિકા સામે ટી20 સિરીઝ જીતી નથી. તેવામાં યુવા કેપ્ટન રિષભ પંત ઈતિહાસ રચવા ઉતરશે. 

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બંને ટીમો ઉતરશે તો છેલ્લા બે મેચમાં જીત મેળવી અહીં પહોંચેલી ભારતીય ટીમ પ્રબળ દાવેદાર હશે. કેપ્ટન ટેમ્બા બવુમા ઈજાને કારણે આજે રમી શકશે નહીં. છેલ્લી બે મેચમાં આફ્રિકાની બેટિંગ નબળી રહી છે, જેની સામે ભારતીય બોલિંગ મજબૂત લાગી રહી છે. પ્રથમ બે મેચમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નહીં, પરંતુ છેલ્લી બે મેચમાં જીત મેળવી પંતની ટીમે શાનદાર વાપસી કરી છે. 

રિષભ પંતની કેપ્ટન તરીકે આ પ્રથમ સિરીઝ છે. પરંતુ આફ્રિકા સામે સિરીઝમાં પંત બેટથી કોઈ કમાલ કરી શક્યો નથી. જો ભારત આ સિરીઝ જીતશે તો હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની સાથે પંત પણ નેતૃત્વ દળનો ભાગ હશે કારણ કે 2023ના વિશ્વકપ બાદ ભારતીય ટીમમાં પરિવર્તન થવાના છે. 

કોચ દ્રવિડ ટોપ-3માં ફેરફાર પર વિચાર કરી શકે છે. રુતુરાજ ગાયકવાડ પણ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તો ઇશાન કિશન પાસે સીમિત  સોટ્સ છે. પરંતુ તેણે આ સિરીઝમાં રન બનાવ્યા છે. ત્રીજા ક્રમે શ્રેયસ અય્યરને પણ સતત તક આપવામાં આવી પરંતુ ચાર મેચમાં તે કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નથી. 

ભારતીય ટીમ ટી20 સિરીઝની સાથે વિશ્વકપની પણ તૈયારી કરી રહી છે. આ સિરીઝમાં દિનેશ કાર્તિકે બધાને પ્રભાવિત કર્યા છે. તેવામાં કાર્તિકની નજર પણ વિશ્વકપની ટિકિટ મેળવવા પર છે. કાર્દિતને આયર્લેન્ડ સામે સિરીઝમાં વિકેટકીપરની જવાબદારી સોંપવામાં આવી છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમારે નવા બોલ સાથે જવાબદારી સંભાળી છે. પાછલી મેચમાં આવેશ ખાને પણ ચાર વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ ફોર્મમાં વાપસી કરી છે. 

ભારતીય ટીમઃ રિષભ પંત, રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરા મલિક.

દક્ષિણ આફ્રિકાઃ ટેમ્બા બવુમા, ડિકોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ત્જે, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, તરબેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વેન ડેર ડુસેન અને માર્કો યાનસેન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news