વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સોનિયાએ પ્રથમવાર જીત્યો સિલ્વર મેડલ
ફાઇનલમાં સોનિયાનો જર્મનીની બોક્સર ઓરનેલા ગ્રેબિયલ સામે પરાજય થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની સોનિયા ચહલે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમવાર સિલ્વર મેડલ જીત્યો છે. તેને ફાઇનલમાં જર્મનીની ઓરનેલા ગ્રેબિયલે 4-1થી હરાવી હતી. આ પહેલા સોનિયાએ 57 કિલો વર્ગના સેમિ ફાઇનલમાં નોર્થ કોરિયાની સોન વા જોને 5-0થી હરાવી હતી.
#WWCHs2018 Finals - Feather (57kg)
Ornella Wahner (GER) defeats Sonia (IND) and becomes 2018 AIBA World Champion!! Congratulations Ornella 🥊🥊💪#AIBAFamily #ChampsBornHere pic.twitter.com/zPLY29XU7N
— AIBA (@AIBA_Boxing) November 24, 2018
ભારતને ટૂર્નામેન્ટમાં મળ્યા ચાર મેડલ
ભારતને આ સ્પર્ધામાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત ચાર મેડલ મળ્યા છે. 64 કિલો વર્ગની સેમિ ફાઇનાલિસ્ટ સિમરનજીત કૌર અને 64-69 કિલોના વેલ્ટરવેટ વર્ગની સેમિ ફાઇનાલિસ્ટ લવલીના બોર્ગોહૈનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે