અનલોક 2 0 News

આજે સાંજે 4 વાગે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આ મહત્વના મુદ્દાઓ પર કરી શકે છે વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારી, ભારત-ચીન સરહદે તણાવ અને 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના નિર્ણય વચ્ચે પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યાં છે. આ સાથે જ પહેલી જુલાઈથી અનલોક 2.0ની ગાઈડલાઈન પણ લાગુ થઈ રહી છે. આવામાં પીએમ મોદી પોતાના સંબોધનમાં અનેક પહેલુઓ પર વાત કરી શકે છે. તેમણે છેલ્લીવાર 12મી મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે લોકડાઉનથી અર્થવ્યવસ્થાને જ માઠી અસર પડી હતી તેને ઉગારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી હતી. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ લદાખમાં તણાવથી લઈને કોવિડ 19 સુધીનો ઉલ્લેખ કર્યો હતો. આજે સાંજે પોતાના સંબોધનમાં પીએમ મોદી અનેક જાહેરાતો કરી શકે છે. 
Jun 30,2020, 13:30 PM IST

Trending news