આઇસીસી વર્લ્ડ કપ

Women's T20 WC: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન

ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો.

Mar 8, 2020, 04:35 PM IST

U19 World Cup: રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું, પહેલીવાર જીત્યો ખીતાબ

ભારતીય ક્રિકેટ ટીમને આઇસીસી અંડર 19 વર્લ્ડ કપની  (ICC U19 World Cup 2020) ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશને 178 રનનો ટાર્ગેટ આપ્યો, જેને બાંગ્લાદેશી ટીમે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ત્રણ વિકેટથી હરાવી દીધી. 41 ઓવરમાં વરસાદનાં કારણે મેચ અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ તેને 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્યા સુધી ટીમ 163 રન બનાવી ચુકી હતી.  રમત ચાલુ થયા બાદ સાત બોલ બાકી હતા ત્યારે જ ટીમે જરૂરી રન બનાવી લીધા હતા. આ સાથે બાંગ્લાદેશને ત્રણ વિકેટથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

Feb 9, 2020, 10:28 PM IST

ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા

આ દરમિયાન ભારત વિરોધી અને આઝાદી માટેનાં નારાઓ પણ લાગ્યા હતા, અનેક અલગતાવાદીઓએ ઉજવણીના વીડિયો ટ્વીટર પર અપલોડ પણ કર્યા

Jul 11, 2019, 03:48 PM IST

Video: વાયરલ થયું દલેર મહેંદીનું સોન્ગ 'વર્લ્ડ કપ હમારા હૈ', કહ્યું- ઇન્ડીયા સબ પે ભારી હૈ'

આઇસીસી વર્લ્ડ કપ 2019 (World Cup 2019)માં સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડીયાના પહોંચ્યા બાદ ગેમ વધુ રોચક થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં બેઠેલા ક્રિકેટના ફેન્સ પણ પોતાની ટીમને સપોર્ટ કરવામાં કોઇ કસર છોડી નથી. ઇન્ડીયાની જીત માટે જ્યાં પોતાના સ્તર પર જોશ સાથે સોશિયલ મીડિયા પર ક્રિએટિવ પોસ્ટ શેર કરી રહ્યા છે તો બીજી તરફ મ્યૂઝિક ઇંડસ્ટ્રી પણ સતત ટીમ ઇન્ડીયા ટીમ ઇન્ડીયાનો જોશ વધારવામાં લાગી છે. ભોજપુરી સોન્ગ 'હમારા ઇન્ડીયા વર્લ્ડ કપ લાઇ' બાદ દલેર મહેંદીનું ગીત 'વર્લ્ડ કપ હમારા હૈ' ફરીથી યૂટ્યૂબ પર જોઇ શકાય છે. 

Jul 10, 2019, 03:57 PM IST

સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી, ગત વખતે વિજેતા કેપ્ટન આપશે સાથ

ઇંગ્લેંડ એન્ડ વેલ્સમાં 30મેથી શરૂ થનાર વર્લ્ડકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોમેંટટરોની યાદી જાહેર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં ભારતના સૌથી ખાસ અને ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત બે અન્ય ભારતીયોના નામ યાદીમાં છે. આ ઉપરાંત રસપ્રદ નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું છે.

May 17, 2019, 04:43 PM IST

World Cup 2019: વિજેતાને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ, જાણો

ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં 30 મેથી શરૂ રહેલી આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) ની વિજેતા ટીમને 40 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવનાર આ રકમની સૌથી મોટી ઇનામી રકમ છે.

May 17, 2019, 04:18 PM IST

મુશર્રફે પૂછ્યું, ‘ધોની ક્યાંથી લાવ્યા’, ગાંગુલીએ કહ્યું-‘વાઘા પર ફરી રહ્યો હતો અમે ખેચી લીધો’

સૌરવ ગાંગુલીના એ વાક્યને યાદ કરીએ જ્યારે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પૂછ્યું હતું કે તમે ધોનીને ક્યાંથી લાવ્યા છો. 

Nov 26, 2018, 03:53 PM IST