Women's T20 WC: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન

ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો.

Women's T20 WC: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન

નવી દિલ્હી: ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો. જવાબમાં ભારતીય મહિલા ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં સમેટાઇ ગઇ. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ પાંચમી વાર આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. 

આ ઉપરાંત તેણે આ વખતે પોતાનો ખિતાબ પણ બચાવી લીધો છે. મેજબાન ટીમ છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચી હતી જ્યારે ભારતીય ટીમ પહેલીવાર ફાઇનલ રમત રહી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 33 રન બનાવ્યા. આ ઉપરાંત વેદા કૃષ્ણામૂર્તિએ 19 અને ઋચા ઘોષએ 18 જ્યારે સ્મૃતિ મંઘાનાએ 11 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મેગાન સ્કટએ ચાર અને જેસ જોનાસને ત્રણ જ્યારે સોફી મોલિન્યૂક્સ, ડેલિસા કિમિંસ અને નિકોલા કૈરીએ એક-એક વિકેટ લીધી. 

ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી 185 રનનો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ભારતની સામે જીત માટે 185 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો. ઓસ્ટ્રેલિયા માટે બેથ મૂનીએ સૌથી વધુ 78 રન બનાવ્યા જ્યારે એલિસા હિલીએ 39 બોલમાં 75 રન બનાવ્યા. ભારત માટે દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી. લગભગ 80,000 દર્શકોની હાજરીમાં ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાઇ ટીમે તોફાની શરૂઆત કરતાં 20 ઓવરમાં ચાર વિકેટ પર 184 રનનો સ્કોર બનાવ્યો.

ઓસ્ટ્રેલિયાઇ ટીમને તેના બે ઓપનરો બેથ મૂની (અણનમ 78) અને એલિસા હિલી (75)એ પહેલાં વિકેટ માટે 11.4 ઓવરમાં 115 રનોની ભાગીદારી કરી તોફાની શરૂઆત કરી. વિશાળ થતી જતી આ ભાગીદારીને રાધા યાદવે હિલીને સીમા રેખા પર વેદા કૃષ્ણામૂર્તિ હાથે કેચ કરાવીને તોડી. હિલીએ 39 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી પોતાના કરિયરની 12મા અર્ધશતક લગાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news