World Cup 2019: વિજેતાને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ, જાણો
Trending Photos
દુબઇ: ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં 30 મેથી શરૂ રહેલી આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) ની વિજેતા ટીમને 40 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવનાર આ રકમની સૌથી મોટી ઇનામી રકમ છે.
આઇસીસીના અનુસાર 46 દિવસો સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનાર ટીમને 20 લાખ ડોલર જ્યારે સેમીફાઇનલમાં હારનો સામનો કરનાર દરેક ટીમને 800,000 ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે. ટૂર્નામેન્ટમાં લીગ સ્તરના મુકાબલામાં જીત નોંધાવનાર ટીમને ઇનામ મળશે. લીગ સ્તરને મેચને જીતનાર દરેક ટીમને 40,000 ડોલર જ્યારે લીગ સ્તરથી આગળ વધનાર ટીમને એક લાખ ડોલરની રકમ આપવામાં આવશે.
14 જૂલાઇના રોજ મેચ
ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 જુલાઇના રોજ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં થશે. સેમીફાઇનલનો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ અને બર્મિઘમના એઝબેસ્ટન મેદાન પર ક્રમશ: નવ અને 11 જુલાઇના રોજ રમાશે. પહેલી મેચ મેજબાન ઇગ્લેંડ અને દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાશે. બંને ટીમ અત્યાર સુધી કોઇપણ વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી. પ્રતિયોગિતામાં ફક્ત 10 ટીમો જ ભાગ લઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે