આરોગ્ય કર્મચારી News

રાજ્યની જિલ્લા પંચાયતોના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર
Dec 18,2019, 23:40 PM IST
આરોગ્ય કર્મચારીની હડતાળને કારણે ગુજરાતના દર્દી અટવાયા, પ્રાથમિક આરોગ્ય કેન
રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતાં રાજ્યામાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી છે. આરોગ્ય વિભાગ (Health department) ના 13 પ્રશ્નો લાંબા સમયથી સરકારમાં પેન્ડિંગ છે. જેને લઈને સરકાર સાથે મંત્રણા કર્યા બાદ કોઇ ચોક્કસ નિવેડો ન આવતાં તેઓ અચોક્કસ મુદતની હડતાળ (Strike) નો માર્ગ અપનાવ્યો છે. પરંતુ આ કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાને માઠી અસર પહોંચી છે. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કાગડા ઉડી રહ્યા છે. ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન પણ હડતાળમાં જોડાતાં દર્દીઓ અટવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રાઈવેટ ક્લીનિક ન મળતા નિદાન માટે ક્યાં જવું તેવો પ્રશ્ન ઉભો થયો છે. હાલ ન તો તેમના રોગનું નિદાન થતુ કે ન તો તેઓને દવા મળી રહી છે. 
Dec 18,2019, 16:09 PM IST

Trending news