close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એર સ્ટ્રાઈક

EXCLUSIVE: એર સ્ટ્રાઈકમાં ‘મિરાજ 2000’થી કરાયેલ હુમલાને એક ખાસ કોર્ડ વર્ડ અપાયો હતો

ભારતીય વાયુસેના (Indian Airforce) એ બાલાકોટ (Balakot) એર સ્ટ્રાઈક (Air Strike) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. બાલાકોટમાં આતંકી કેમ્પ પર જે મિરાજ 2000 (Mirage 2000)  દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, આ બોમ્બ હુમલાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાના જણાવ્યા અનુસાર, આ મિશનને સ્પાઈસ નામ આપવામાં આવ્યું હતું. આવું એટલા માટે કે, મિરાજ 2000 સ્પાઈસ મિસાઈલ લઈને જઈ રહ્યું હતું. આ સ્પાઈસ મિસાઈલે જ આતંકી (Terrorist) કેમ્પને ટાર્ગેટ કર્યા હતા.

Oct 6, 2019, 01:05 PM IST

પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ, ભારતની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા પાઈલટોનું સ્મારક બનાવ્યું

પાકિસ્તાન (Pakistan)એ દુનિયાથી એક સત્ય છૂપાવ્યું છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (Indian Air Force)ની એર સ્ટ્રાઈક (Airstrike)માં માર્યા ગયેલા પાકિસ્તાની પાઈલટો માટે સ્મારક બનાવડાવ્યું છે.

Sep 15, 2019, 08:13 AM IST

બાલાકોટ હુમલામાં સામેલ પાઈલટે Zee Newsને કહ્યું, 'માત્ર દોઢ મિનિટમાં હચમચી ગયું હતું પાકિસ્તાન'

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં એક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ભારતના યુદ્ધ વિમાન મિરાજ 2000 એ બાલાકોટમાં આવેલા આતંકી ઠેકાણાઓનો સફાયો કરી નાખ્યો હતો 
 

Jun 25, 2019, 09:58 PM IST

ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે

સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. 

Apr 14, 2019, 08:13 AM IST

અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’

અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે. યુવાનો અભિનંદન જેવી મૂછો બનાવડાવીને પોતાની દેશભક્તિ અને દેશપ્રેમ પણ દર્શાવી રહ્યા છે.

Mar 17, 2019, 08:34 AM IST

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કટાક્ષ કરતી જબરદસ્ત ટ્વિટ, કહ્યું- 'અબ નીંદ કેસે આએગી ઉનકો...'

પીઓકેમાં જૈશ એ મોહમ્મદના આતંકી સમૂહ કેમ્પો પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન વાયુસેનાએ શુક્રવારે એક કવિતા ટ્વિટ કરીને પાકિસ્તાન પર જોરદાર કટાક્ષ કર્યો. પોતાના ટ્વિટર હેન્ડલથી વાયુસેનાએ બિપિન ઈલાહાબાદીની એક હિન્દી કવિતા 'હદ સરહદ કી' ને ટ્વિટ કરી. વાયુસેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે 'હદ સરહદ કી'...

Mar 9, 2019, 09:07 AM IST

દિગ્વિજયને એવું લાગે છે કે આતંકના પક્ષમાં બોલવાથી ભારતના મુસલમાનો ખુશ થશે: ઉમા ભારતી

કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી ઉમા ભારતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને એવું લાગે છે કે જો તેઓ આતંક અને આતંકવાદીઓના પક્ષમાં બોલશે તો ભારતના મુસલમાનો ખુશ થશે. આથી તેમના નિશાના પર હંમેશા મુસ્લિમ મતો હોય છે. 

Mar 7, 2019, 09:39 AM IST

વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર થયેલા ભીષણ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદના બાલાકોટના આતંકી કેમ્પનો ખાત્મો કર્યો હતો. આ એર સ્ટ્રાઈકના  પુરાવા માટે હાલ રાજકીય મહાભારત છેડાઈ ગયું છે.

Mar 7, 2019, 07:31 AM IST

ઈઝરાયેલના 'આ' શક્તિશાળી બોમ્બથી લેસ થશે ભારતના સુખોઈ-30 MKI વિમાનો, દુશ્મનોની તબાહી નક્કી!

ભારતીય વાયુસેના પોતાના ફાઈટર વિમાનોને વધુ શક્તિશાળી બનાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. જેમાં સુખોઈ-30 એમકેઆઈને ઈઝરાયેલના સ્પાઈસ 2000 લેઝર નિર્દેશીત બોમ્બથી લેસ કરવાની તૈયારીઓ થઈ રહી છે.

Mar 6, 2019, 09:07 AM IST

આતંકી મસૂદ અઝહરના મોતના સમાચાર પર પાકિસ્તાને મૂક્યું ફૂલસ્ટોપ, કહ્યું-નથી માર્યો ગયો

 આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહરના મોતના સમાચારોનું પાકિસ્તાની મીડિયાએ ખંડન કર્યું છે. પાકિસ્તાની મીડિયાએ મસૂદ અઝહરના પરિવારના નજીકના સૂત્રોના હવાલાથી કહ્યું કે, મસૂદ અઝહર જીવતો છે. 

Mar 4, 2019, 07:45 AM IST
PM Modi addressed sankalp rally in Patna PT38M2S

હવે ભારત પોતાના જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લે છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પટણાના ગાંધી મેદાનમાં એનડીએની સંકલ્પ રેલીમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોને આડે હાથ લીધા. તેમણે આ રેલી દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર બોલતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ આપણા જવાનોના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે. જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતાં તેઓ જ હવે આતંકી ઠેકાણા પર થયેલા હવાઈ હુમલાના પુરાવા માંગવા લાગ્યા છે.

Mar 3, 2019, 04:05 PM IST

PAKને લપડાક; જૈશ એ મોહમ્મદે જ સ્વીકાર્યું, ભારતે PoKમાં તેમના આતંકી કેમ્પમાં તબાહી મચાવી

ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોને તબાહ કર્યા બાદથી સતત આ મુદ્દે અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે. હવે મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમરે પણ કહ્યું કે તેમના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી છે.

Mar 3, 2019, 10:17 AM IST

પાકિસ્તાનથી પરત આવેલા અભિનંદનને ઘરે પહોંચતા હજુ સમય લાગશે, જાણો આખી પ્રક્રિયા

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનથી હેમખેમ વતન વાપસી થઈ ગઈ છે. આ અગાઉ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને હેન્ડઓવર કરવાના સમયમાં બે વાર ફેરફાર કર્યો હતો. કાળા રંગના કોટમાં જેવા અભિનંદન ભારતની સરહદમાં આવ્યાં કે લોકોએ  તેમનું તિરંગો ફરકાવીને ભારત માતાના નારાથી સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર 48 કલાકથી વધુ સમય વીતાવ્યા બાદ ભલે અભિનંદન ભારત આવી ગયા હોય પરંતુ હજુ હમણા તેઓ પોતાના ઘરે જઈ શકશે નહીં. 

Mar 2, 2019, 10:03 AM IST

VIDEO: વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતાનું લોકોએ તાળીઓના ગડગડાટથી કર્યુ સન્માન 

ચેન્નાઈથી દિલ્હી જઈ રહેલું એક વિમાન જ્યારે અડધી રાત બાદ થોભ્યું તો કોઈએ બેગ કાઢવાની કે બહાર જવાની જરાય ઉતાવળ ન કરી. કારણ કે બધાની નજર ભારતીય વાયુસેનાના બહાદુર પાઈલટ અભિનંદન વર્ધમાનના માતા પિતા પર ટકેલી હતી. એર માર્શલ (સેવા નિવૃત) એસ વર્ધમાન અને ડો.શોભા વર્ધમાનના સન્માનમાં શુક્રવારે સવારે વિમાનમાં સવાર મુસાફરોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. તેમને પહેલા ઉતરવા દીધા હતાં. 

Mar 1, 2019, 02:58 PM IST

PAK વિદેશ મંત્રીના મસૂદ પરના એક નિવેદનથી મોટો ખળભળાટ , દુનિયાએ અનુભવ્યું 'ભારત સાચું'

જમ્મુ અને કાશ્મીરના પુલવામામનાં જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે.

Mar 1, 2019, 08:58 AM IST

વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત 

પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. 

Mar 1, 2019, 07:59 AM IST
India Demands Immediate, Safe Return Of Air Force Pilot Captured By Pakistan PT30S

ભારતની પાકને ચેતવણી, કહ્યું-જલદી ભારતીય પાઈલટને મુક્ત કરો

ભારતે પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાનું જણાવ્યું છે.

Feb 28, 2019, 04:20 PM IST
Pakistan Army support to Jaish - A- Mahommad  Difense minisry PT4M43S

સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન, 'પાક આર્મી જૈશનું સમર્થન કરે છે'

ભારતના સંરક્ષણ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનની આર્મી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું સમર્થન કરે છે.

Feb 28, 2019, 04:15 PM IST

3 નહીં પરંતુ 20 PAK વિમાનો ઘૂસ્યા હતા ભારતમાં, લેઝર ગાઈડેડ બોમ્બનો કર્યો હતો ઉપયોગ-સૂત્ર

બુધવારે પાકિસ્તાનના 20 એરક્રાફ્ટ ભારતની સરહદમાં ઘૂસી ગયા હતાં. પાકિસ્તાની જેટ 10 કિમી અંદર સુધી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતાં.

Feb 28, 2019, 03:42 PM IST

ભારે તણાવ વચ્ચે ભારતની ત્રણેય સેનાની આજે સાંજે મહત્વની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને આપણા એક એરફોર્સના જવાનને પાકિસ્તાને પકડ્યા હોવાના કારણે જે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે આજે સાંજે 5 કલાકે ભારતની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખ એક સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફન્સને સંબોધશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિની જાણકારી આપશે. રિપોર્ટ્સ મુજબ એવી અટકળો થઈ રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં સેના આગળની રણનીતિ અને અત્યાર સુધી થયેલી ગતિવિધિઓની જાણકારી આપી શકે છે. 

Feb 28, 2019, 02:27 PM IST