ઓઇલ કંપની News

જો ભારતે ટ્રંપની આ 'શરત' સ્વિકારી તો ઉભું થશે પેટ્રોલ-ડીઝલનું સંકટ
ભારત હવે સાઉદી અરબના બદલે ઇરાન પાસેથી વધુ ઓઇલ ખરીદી રહ્યું છે. સાઉદી અરબ ભારતને ઓઇલ આયાત કરનાર દેશોની યાદીમાં બીજા નંબરે હતું પરંતુ ઇરાને ઓઇલની આયાતની આકર્ષક નાણાકીય યોજના દ્વારા સાઉદી અરબને આ મામલે પાછળ છોડી દીધું. પેટ્રોલિયમ મંત્રીએ સંસદમાં જણાવ્યું કે ઇરાન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં ભારત સરકારની ઓઇલ કંપનીઓને કાચુ ઓઇલ નિર્યાત કરનાર બીજો મોટો આપૂર્તિકર્તા રહ્યો છે. જોકે અમેરિકાની કડકાઇના લીધે ભારતને ઇરાન પાસેથી ઓઇલ કરવું પડી શકે છે. કારણ કે ઇરાન વિરૂદ્ધ હાલ અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા છે. જેથી તેની સાથે કોઇપણ દેશ વેપારી ગતિવિધિઓ ન કરી શકે.
Jul 24,2018, 11:46 AM IST

Trending news