ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

ઓઇલ કંપનીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલાં રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. 

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

નવી દિલ્હી: ઓઇલ કંપનીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલાં રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. 

ઇન્ડીયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ અનુસાર સોમવારે (23 ડિસેમ્બર 2019)ના રોજ દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), કલકત્તા (Kolkata) અને ચેન્નઇ (Chennai) માં પેટ્રોલ (Petrol News) અને (Diesel Price Today)ના ભાવ આ પ્રકારે છે.   

સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 75.04 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 80.69 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 77.70 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 78.02 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ દિલ્હીમાં 67.78 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 71.12 રૂપિયા, કલકત્તામાં 70.20 રૂપિયા અને ચેન્નઇમાં 71.67 રૂપિયા પ્રતિ લીટર છે. 

SMS દ્વારા આ રીતે જાણો પોતાના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડીયન ઓઇલ (IOC)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર એચપીસીએલ (HPCL)ના ગ્રાહક HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકે છે. બીપીસીએલ (BPCL)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. 

દરરોજ 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news